Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના મોટાભાઈનું પોલીસે નિવેદન નોંધ્યું:
જામનગર તા. ૬: જામનગરના દરેડમાં ઘઉંના ગોડાઉન પાસે વસવાટ કરતા એક યુવાને ગયા બુધવારે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. સારવારમાં ખસેડાયેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈનું નિવેદન નોંધાયું છે. આ યુવાને ઘરમાં માતા-પિતા નાની બાબતોમાં ઝઘડા કરતા હોવાથી લાગી આવતા આત્મહત્યાનું પગલું ભર્યાનું બહાર આવ્યું છે.
જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા દરેડ ગામમાં ઘઉંના ગોડાઉન પાસે વસવાટ કરતા કનૈયાભાઈ હેમરાજભાઈ ગેડા નામના ર૦ વર્ષના યુવાને ગયા બુધવારે સાંજે ચાર વાગ્યાથી સાડા પાંચ વાગ્યા દરમિયાન પોતાના રહેણાંકમાં એક પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની જાણ થતાં તેમના પરિવારજનોએ કનૈયાભાઈને નીચે ઉતારી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈ વનરાજભાઈ ગેડાએ પોલીસને જાણ કરી છે. પોલીસે તેઓનું નિવેદન નોંધ્યું છે જેમાં જણાવવામાં આવ્યા મુજબ ઘરમાં કનૈયાભાઈના માતા-પિતા અવારનવાર નાની બાબતોમાં ઝઘડા કરતા હોવાથી કનૈયાભાઈ કંટાળી ગયા હતા અને બુધવારે આ યુવાને આત્મઘાતી પગલું ભરી લીધુ હતું. પોલીસે તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial