Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જર્જરિત મકાનને તોડ્યાના મહિનાઓ પછી પણ કાટમાળ !
જામનગર તા. ૧૦: જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર ભંગાર બજારના ખૂણા પર એક જર્જરિત મકાનને આઠ-નવ મહિના પહેલા તોડી પાડવામાં આવ્યું હતું જે પછી તેનો કાટમાળ હજુ પણ જેમ નો તેમ જ પડ્યો છે. ઉલ્લેખનિય છે કે આ મકાન ગોળાઈમાં હોય, અને તેનો કાટમાળ રસ્તા પર અકસ્માતજનક સ્થિતિમાં હોય, વાહન ચાલકો માટે જોખમી છે.
આ કાટમાળ હટાવવા માટે તંત્રને અનેક વખત ઓનલાઈન રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવામાં આવ્યા હોવાના દાવા સાથે તાત્કાલિક કાટમાળ ઉપાડવા માટે સામાજિક કાર્યકર એડવોકેટ ગૌતમ ગોહિલ દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial