Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ તાલુકામાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

આગામી તા. ૨૫ માર્ચે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં  ''તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'' આગામી તા.૨૫-૦૩-૨૦૨૬ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મામલતદારશ્રી, કાલાવડના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી કાલાવડના મિટિંગ હોલમાં યોજવામાં આવશે. તેથી તા.૨૦-૦૩-૨૦૨૬ પહેલા અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, કાલાવડને મોકલી દેવાની રહેશે.

અરજી મોકલતી વખતે અરજદારોએ અત્રે જણાવેલી તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે. જે અન્વયે, તાલુકા કક્ષાએ તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ, અને તે અરજીની તારીખે અનિર્ણિત રહેલી હોવી જોઈએ. તો જ આ કાર્યક્રમમાં અરજી સ્વીકારવામાં આવશે. કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય, તેવા પ્રશ્નો જ હોવા જોઈએ. કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે. કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં. તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરતાં પહેલાં કોઈપણ અરજદારે ગ્રામ્યકક્ષાના પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કે ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ.

કાલાવડ તાલુકાના તમામ નાગરિકોને આ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે મામલતદાર, કાલાવડની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh