Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ગરમીનો પારો આસમાનેઃ ઘણાં શહેરોમાં તાપમાન ૪૧ ડીગ્રીને પાર

આજે આગ ઝરતી ગરમીની આગાહીઃ હિટવેવનું એલર્ટઃ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧: રાજકોટ-અમદાવાદ સહિત ૪ શહેરોમાં ગરમીનો પારો ૪૧ ને પાર પહોંચ્યો છે, અને આજે ગાંધીનગર, સુરત સહિત ૧૭ જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે. હજુ ૩ દિવસ અંગ દઝાડતી ગરમી યથાવત્ રહેશે, તેવું અનુમાન કરાયું છે.

ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં રાજકોટ, અમદાવાદ, ડીસા અને કંડલા સહિતના મુખ્ય શહેરોમાં તાપમાન ૪૧ ડીગ્રીને પાર કરી ગયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના ૧૭ જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી ૩ દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતા ૭ ડીગ્રી જેટલું ઊંચુ નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તકેદારી રાખવાની સૂચના અપાઈ છે.

જો કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન નીચું રહેશે, પરંતુ ભેજને કારણે અસહ્ય બફારો અનુભવાશે. આગામી ત્રણ દિવસના પ્રકોપ પછી ગરમીમાં ર થી ૩ ડીગ્રીનો ઘટાડો થતા લોકોને આંશિક રાહત મળવાની શક્યતા છે.

ઉલ્લેખનિય છે કે, સતત બીજા વર્ષે માર્ચ મહિનામાં અંગ દઝાડતી ગરમી યથાવત્ રહી છે. ગત્ વર્ષે પણ માર્ચ મહિનામાં તાપમાનનો પારો ૪૧ ડીગ્રીને પાર પહોંચ્યો હતો.

હવામાન વિભાગના રિપોર્ટ મુજબ મોટાભાગના શહેરોમાં તાપમાન સામાન્ય કરતા ૩ ડીગ્રી સેલ્સિયસથી ૭ ડીગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાઈ શકે છે. રાજકોટ અને કંડલામાં આજે સૌથી વધુ ગરમી નોંધાઈ શકે છે, જ્યાં પારો ૪૧.પ ડીગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દ્વારકા, ઓખા અને વેરાવળમાં તાપમાન પ્રમાણમાં નીચું રહેશે, ભેજને કારણ બફારો અનુભવાઈ શકે છે.

અમદાવાદમાં પણ આજે કાળઝાળ ગરમીની આગાહી છે, જે સામાન્ય કરતા ૭ ડીગ્રી જેટલી વધારે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સેરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, ભરૂચ, સુરત અને કચ્છમાં હિટવેવને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે.

માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન ૪૩ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જ્યારે આ સિઝનમાં મહત્તમ તાપમાન ૪પ.પ ડિગ્રી સેલ્સિયસથી ૪૬ ડીગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે, જ્યારે અન્ય હવામાન નિષ્ણાત એ.ટી. દેસાઈના જણાવ્યા અનુસાર પણ આ વર્ષે માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન ૪૧ થી ૪૩ ડીગ્રી સેલ્સિયસ વચ્ચે પહોંચી શકે છે,સિઝનમાં મહત્તમ તાપમાન ૪પ થી ૪૬ ડિગ્રી સેલ્સિયસ સધી પહોંચી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh