Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આવતીકાલે આદિવાસી દિવસની ઉજવણીઃ વિશાળ રેલી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો

ભીલ સમાજના લોકો દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: સમસ્ત આદિવાસી ભીલ સમાજ, જામનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૯ ઓગસ્ટ, વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસને ભારત સરકારે પણ સત્તાવાર માન્યતા આપી છે, અને તેથી દેશ-વિદેશમાં વસતા તમામ આદિવાસી ભાઈઓ અને બહેનો આ દિવસની ગૌરવભેર ઉજવણી કરે છે. આ દિવસે જામનગરના આદિવાસી સમાજના લોકો એક વિશાળ મહારેલી યોજીને પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરશે. આ રેલીમાં જામનગર જિલ્લાના તમામ આદિવાસી ભાઈઓ અને બહેનોને મોટી સંખ્યામાં હાજર રહેવા માટે આવ્હાન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમની શરૂઆત સવારે ૧૦ કલાકે ભૂમિપૂજનથી થશે, ત્યારપછી ૧૦-૩૦ કલાકે ધ્વજવંદન કરવામાં આવશે. સવારે ૧૦-૪પ કલાકે મહારેલીનું પ્રસ્થાન શબરીનગર, ભીલવાસ, એરફોર્સ રોડ, ખેતીવાડી સામેથી થશે. રેલીનો રૂટ શબરીનગર સોસાયટી, ભીલવાસ, રામદેવપીરના મંદિર પાસેથી દિગ્જામ સર્કલ, ખોડિયાર કોલોની, સાત રસ્તા સર્કલ, લાલબંગલો થઈને મહારાણણા પ્રતાપ અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવશે. ત્યાંથી ટાઉન હોલ, હવાઈ ચોક, ખંભાળિયા ગેઈટ, હરિભાઈની હોટલ, ઈદ મસ્જિદ થઈને રેલી શંકરટેકરી, સુભાષપરા શેરી નં. ર, ભીલવાસ, રામદેવપીરના મંદિર પાસે સમાપ્ત થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh