Advertisement
Author: નોબત સમાચાર

ટ્રમ્પે સબમરીન તૈનાત કરવાની ઘોષણા કરતા ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા

બન્ને મહાસત્તાઓ પરમાણુ તાકાતઃ અમેરિકા કરતા વધુ સબમરીનનો રશિયાનો દાવોઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. રઃ અમેરિકા-રૂસ વચ્ચે ડખ્ખો વધ્યો છે, અને જંગ જેવી નોબત આવી છે. કોલ્ડવોર પાર્ટ-ર તથા રૂસને ઘેરવા ટ્રમ્પે પરમાણુ સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યા પછી ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. રૂસના પૂર્વ રાષ્ટ્રપતિએ ધમકી આપતા ટ્રમ્પ ભડકયા છે.

રશિયા અને અમેરિકા હવે એકબીજા સામે પરમાણુ શક્તિ પ્રદર્શનમાં વ્યસ્ત છે. શુક્રવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની નજીક બે પરમાણુ સબમરીન મોકલવાનો આદેશ આપ્યો હતો, જેનો એક વરિષ્ઠ રશિયન નેતાએ વળતો જવાબ આપ્યો છે.

રશિયન સંસદ ડુમાના સભ્યએ કહ્યું હતું કે, ટ્રમ્પ દ્વારા મોકલવામાં આવેલી બે પરમાણુ સબમરીનનો સામનો કરવા માટે સમુદ્રમાં પૂરતી રશિયન પરમાણુ સબમરીન છે. પુતિનના સાંસદે એમ પણ કહ્યું હતું કે, રશિયા પાસે અમેરિકા કરતા ઘણી વધુ સબમરીન છે.

રશિયાની એક સમાચાર એજન્સીએ વરિષ્ઠ રશિયન સાંસદ વિક્ટર વોડોલાત્સ્કીને ટાંકીને કહ્યું હતું કે, વિશ્વના મહાસાગરોમાં રશિયાની પરમાણુ સબમરીનની સંખ્યા અમેરિકન સબમરીન કરતા ઘણી વધારે છે અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે સબમરીનને યોગ્ય વિસ્તારોમાં મોકલવાનો આદેશ આપ્યો છે તે લાંબા સમયથી તેમના નિયંત્રણ હેઠળ છે. તેથી સબમરીન વિશે યુએસ નેતાના નિવેદન પર રશિયન ફેડરેશન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવાની જરૂર નથી.

ગઈકાલે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, તેમણે ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિ અને રશિયાની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવના ઉશ્કેરણીજનક નિવેદનોને કારણે યોગ્ય વિસ્તારોમાં બે યુએસ પરમાણુ સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.

તેમણે કહ્યું કે, આ એટલેથી કરવામાં આવ્યું છે કે આ મૂર્ખ અને ઉશ્કેરણીજન નિવેદનો હવે ન થાય. ટ્રમ્પની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા રશિયન સાંસદે કહ્યું, બે સબમરીન જવા દો, તેઓ લાંબા સમયથી દેખરેખ હેઠળ છે. તેમણે રશિયા અને અમેરિકા વચ્ચે એક મૂળભૂત કરારની જરૂરિયાત પર ભાર મૂક્યો જેથી આખી દુનિયા શાંત થાય અને ત્રીજા વિશ્વયુદ્ધ શરૂ કરવાની વાત બંધ થાય.

ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિ મેદવેદેવે સોમવાર, ર૮ જુલાઈના એક્સ પર પોસ્ટ કરી હતી. આમાં તેમણે લખ્યું હતું કે, ટ્રમ્પ રશિયા સાથે અલ્ટીમેટમની રમત રમી રહ્યા છે. પ૦ કે ૧૦ દિવસ... તેમણે એ વાત યાદ રાખવી જોઈએ કે રશિયા ઈઝરાયલનું ઈરાન નથી, અને દરેક નવું અલ્ટીમેટમ એક ધમકી અને યુદ્ધ તરફ પગલું છે.

આ રીતે બન્ને મહાસત્તાઓ વચ્ચે વધી રહેલી તંગદિલી હવે ગંભીર સ્વરૂપ પકડી રહ્યા છે અને તેના કારણે વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા હોવાની આશંકા પણ આંતરરાષ્ટ્રીય રાજનીતિના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh