Advertisement
Author: નોબત સમાચાર

સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી માટે ભાજપમાં ટિકિટ મેળવવા દાવેદારો ઉમટ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાની

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાલુકા જિલ્લા પંચાયતો તથા પાલિકાની ચૂંટણીઓના સંદર્ભમાં ભાજપ પક્ષ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ૮૧ ખંભાળિયા વિધાનસભાની ખંભાળિયામાં ભાજપના કાર્યાલય દ્વારકેશ કમલમ્માં ગઈકાલે યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા હતાં.

ભાજપ પ્રદેશ તરફથી નિયુક્ત થયેલા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, પૂર્વ પ્રદેશ મંત્રી નરેન્દ્રભાઈ પરમાર, પ્રદેશના કારોબારી સદસ્ય ડો. તેજવીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં, અને સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારો સાથે વાતચીત કરીને ઉમેદવારોના દાવા સાંભળ્યા હતાં. આ પ્રક્રિયામાં ભાજપના જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રીઓ રાજુભાઈ ભરવાડ, યુવરાજસિંહ વાઢેર, પરબતભાઈ ભાદરકા તથા જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતાં તથા દાવેદારોને શુભેચ્છા પાઠવી હતી.

ખંભાળિયા તાલુકા પંચાયતની બેઠકો માટે કુલ ૭૮ ઉમેદવારો છે. ટિકિટો મેળવા દાવેદારીના ફોર્મ ભર્યા હતાં જ્યારે નગરપાલિકા ખંભાળિયા માટે ૩૬ બેઠકો માટે ૧૭૮ વ્યક્તિઓએ દાવેદારીના ફોર્મ ભર્યા હતાં.

ભાણવડ વિસ્તારની જિલ્લા પંચાયતની ચાર બેઠકો માટે રર ફોર્મ ભરાયા હતાં, જ્યારે ભાણવડ તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે ૪પ ફોર્મ ભરાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh