Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મ્યુઝિક પ્રોગ્રામઃ જ્ઞાતિના સેવકોનું સન્માન
જામનગરની વડનગરા નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવના પાટોત્સવની ભક્તિભાવ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવ નિમિત્તે યોજાયેલા તમામ કાર્યક્રમો જ્ઞાતિના વડીલ પ્રકાશભાઈ ગુલાબરાય બક્ષી પરિવાર દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યા હતાં. તા. ૩૧/૩ ના ધન્વન્તરિ ઓડિટોરિયમમાં અભય અંજારિયા અને તેની ટીમ દ્વારા 'શિવાયને સ્મરણાંજલિ' સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જ્ઞાતિના સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. તા. ૧/૪ ના હાટકેશ્વર મહાદેવ મંદિરમાં બેન્કવેટ હોલનું ઉદ્ઘાટન, ચંડી પાઠ, નૂતન ધ્વજારોહણ, લઘુરૂદ્રાભિષેક યોજાયા હતાં. સાંજે પરંપરાગત રવાડી નીકળી હતી, જેમાં બાળકો માટે ફેન્સી ડ્રેસ સ્પર્ધા યોજાઈ હતી. સાંજે મહાઆરતી પછી રણજીતનગરના લેઉવા પટેલ સમાજમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial