Advertisement
Author: નોબત સમાચાર

દરેડમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સની થઈ ધરપકડ

બંનેના મોબાઈલ પોલીસે કબજે લીધાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગર નજીકના દરેડ પાસે ગઈકાલે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડા પાડી બે શખ્સને હાલમાં ચાલતી આઈપીએલ ટી-ટવેન્ટી ક્રિકેટ મેચનો સટ્ટો રમતા દબોચી લીધા છે. આ શખ્સોના મોબાઈલ કબજે કરી લેવાયા છે.

જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા દરેડ ગામમાં બે શખ્સ ક્રિકેટનો સટ્ટો રમતા હોવાની બાતમી પરથી ગઈકાલે રાત્રે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલા શાંતિનગરમાં એક હોટલ પાસેથી નદીમ મહંમદહનીફ સીદીકી નામનો શખ્સ પોતાના મોબાઈલમાં એક આઈડી પરથી ગઈકાલની આઈપીએલની ટી-ટવેન્ટી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો મળી આવ્યો હતો. પોલીસે આ શખ્સનો મોબાઈલ કબજે કરી તેની સામે જુગારધારાની કલમ ૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે. દરેડમાં જ પાડવામાં આવેલા બીજા દરોડામાં મસીતીયા રોડ પર એક સ્કૂલ પાસેથી ફૈયાઝ રીયાકતઅલી સલમાની નામનો શખ્સ પણ મોબાઈલમાં એક આઈડી પરથી ટી-ટવેન્ટી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો મળી આવ્યો હતો. તેનો મોબાઈલ કબજે કરી લેવાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh