Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની બેઠકમાં હાજરી આપવા
નવી દિલ્હી તા. ૧૩: સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડીયામાં યુનોની જનરલ એસેમ્બલીમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે જાય, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સહિત અન્ય દેશોના વડાઓની મુલાકાત લઈ શકે છે. આ દરમિયાન વેપાર કરારો પણ થઈ શકે છે. આ અંગે સત્તાવાર જાહેરાત હજુ થઈ નથી, પરંતુ આ સંદર્ભે તૈયારીઓ જોરશોરથી થઈ રહી હોવાનું જાણવા મળે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકાની મુલકાત લઈ શકે છે, જ્યાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ બેઠકમાં ભાગ લેવાના છે.
યુએનજીએની બેઠક ર૩ થી ર૭ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે, જ્યારે છેલ્લા દિવસની કાર્યવાહી ર૯ સપ્ટેમ્બર ર૦રપ ના યોજાશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સંભવિત મુલાકાત દરમિયાન પીએમ મોદી ઘણાં વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોમાં પણ ભાગ લઈ શકે છે. વડાપ્રધાન મોદીની યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે મુલાકાત પણ નિશ્ચિત માનવામાં આવે છે.
આ ઉપરાંત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત મુલાકાતની ચર્ચા છે, જો કે બન્ને પક્ષો દ્વારા હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
વડાપ્રધાન કાર્યાલય કે વિદેશ મંત્રાલય દ્વારા હજુ સુધી આ મુલાકાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી હોવાની ચર્ચા છે.
ઉલ્લેખનિય છે કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની આ ઉચ્ચ્ સ્તરીય સામાનય ચર્ચા માટે વિશ્વભરના નેતાઓ ન્યૂયોર્ક પહોંચશે. પીએમ મોદીની મુલાકાત રાજદ્વારી દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેમાં વૈશ્વિક રાજકારણ અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાતના સમાચાર એવા સમયે આવ્યા છે જયારે અમેરિકાએ ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે. હાલમાં ૨૫ ટકા ટેરિફ અલમાં છે, જયારે થોડા દિવસોમાં વધારાનો ૨૫ ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે. ભારતે યુએસ ટેરિફનો વિરોધ કર્યો છે અને તેને અન્યાયી અને અતાર્કિક ગણાવ્યો છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે તે કોઈપણ સોદા માટે તેના ખેડૂતોના હિત સાથે સમાધાન કરશે નહીં. પીએમ મોદીએ તો એમ પણ કહ્યું હતું કે તે વ્યકિતગત રીતે ગમે તે કિમત ચૂકવશે, પરંતુ ખેડૂતોના હિત સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.
સુત્રોના જણાવ્યા મુજબ આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીમાં, પીએમ મોદીએ અમેરિકાની મુલાકાત લીધી હતી. ભારતે વડાપ્રધાન મોદીના ભાષણ માટે સંયુકત રાષ્ટ્ર મહાસભામાં સ્થાન મેળવવા માટે સંયુકત રાષ્ટ્ર મુખ્યાલયનો સંપર્ક કર્યો છે. હાલમાં, તે ૨૬ પ્ટેમ્બરની સવારે નકકી કરવામાં આવ્યું છે. જયારે ડોાલ્ડ ટ્રમ્પ ૨૩ સપ્ટેમ્બરે ભાષણ આપવાના છે. હાલમાં, પીએમ મોદીના કાર્યક્રમ અંગે સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.
ઉલ્લેખનિય છે કે, ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ૧૫ ઓગસ્ટે મળવાના છે, જેમાં યુક્રેન યુદ્ધના ઉકેલ પર ચર્ચા કરવામાં આવશે. પી.એમ. મોદીએ તાજેતરમાં પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી સાથે વાત કરી છે. ભારત માને છે કે સંઘર્ષનો ઉકેલ લાવવો બંને દેશોના હિતમાં છે અને આ સંદેશ બંને નેતાઓને આપવામાં આવ્યો છે. તે પછી મોદી-ટ્રમ્પની મુલાકાત મહત્ત્વપૂર્ણ બનશે, તેમ મનાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial