Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૧ એપ્રિલ, શનિવાર અને ચૈત્ર વદ નોમનું રાશિફળ

ધન સહિત બે રાશિના જાતકોને જુના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી પ્રસન્નતા જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

સંતાનના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. કામનો ઉકેલ આવવાથી આનંદ રહે.  ખર્ચ-ખરીદી થાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૬

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કામની સાથે બીજું કોઈ કામ, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના  કાર્યભાર-દોડધામ વધે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૩

 

Gemini (મિથુન: ક-છ-ધ)

પત્ની-સંતાનના સાથથી આપના કામનો ઉકેલ લાવી શકો. પરંતુ દિવસ પસાર થાય તેમ  આપને કામમાં મુશ્કેલી જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૪

 

Cancer (કર્ક: ડ-હ)

દિવસના પ્રારંભથી આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. કામ કરવાની ઈચ્છા થાય નહીં.  બપોર પછી શાંતિ રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૭-૯

 

Leo (સિંહ: મ-ટ)

જુના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આપને આનંદ જણાય. ધર્મકાર્ય  થવાથી પ્રસન્ન રહો.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૧

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામ અંગે વ્યસ્તતા જણાય.  કામ ઉકેલાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૫-૯

 

Libra (તુલા: ર-ત)

ધર્મકાર્ય થઈ શકે. વાણીની મીઠાશથી આપના કામમાં સરળતા થતી જાય. બપોર પછી  સાવધાની રાખવી પડે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૮-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

મોસાળપક્ષ-સાસરીપક્ષે ચિંતાનું આવરણ આવી જાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે  નાણાભીડ રહે.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૫-૭

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. ધીરે ધીરે  આપને રાહત થતી જાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૬-૯

 

Capricorn (મકર: ખ-જ)

આપના કામની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધર્મકાર્ય-શુભકાર્ય  થવાથી આનંદ રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૧-૪

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આડોશ-પાડોશના કામમાં આપે વ્યસ્ત રેહવાનું બને. પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ  થાક-કંટાળો અનુભવાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૧

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જો કે,  બપોર પછી રાહત થતી જાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૮



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh