Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર કોંગી આગેવાનનું મંતવ્યઃ
જામનગર તા. ૧૯: ગુજરાત સરકારનું વર્ષ ર૦ર૬-ર૭ નું બજેટ સંપૂર્ણ ચૂંટણીલક્ષી અને જાહેરાતોની ભરમાર સમાન છે તેમ કોંગ્રેસના જામનગરના મહામંત્રી ભરત ગાળાએ પોતાના મંતવ્યમાં જણાવ્યું છે.
ગુજરાતનું બજેટ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ માટે છેતરામણી જાહેરાત સમાન છે. તેમાં કોઈ નક્કર આયોજન કે મોંઘવારી, બેરોજગરી ગરીબી ઘટાડવાની જોગવાઈ કરવામાં આવી નથી.
ગાંધીનગરમાં નમો સેન્ટ્રલ લાયબ્રેરી બનાવવાથી ગામડાનો યુવા વિદ્યાર્થી શું ગાંધીનગર અભ્યાસ કરવા જઈ શકશે? તેના બદલે રાજ્યના દરેક તાલુકામાં આવી લાઈબ્રેરી બનાવવી જોઈએ. પછાત વર્ગોના વિદ્યાર્થીઓને માસિક સહાયમાં નજીવી રકમ રૂ।. ૩૪૦ જેવી વધારી છે, જે હાસ્યાસ્પદ છે. આવી દરેક જાહેરાતો બજેટમાં કરવામાં આવી છે. તે જોતા એવું લાગે છે કે, આગામી પાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટ સંપૂર્ણ ચૂંટણીલક્ષી જાહેરાતોની ભરમાર રાખેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial