Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના મોડપરમાં યુવતીના સગપણની ચાલી રહેલી વાત દરમિયાન દસ શખ્સનો હલ્લો

ત્રણ વ્યક્તિને આડેધડ માર મારી અપાઈ ધમકીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: કાલાવડના મોડપરમાં એક યુવતીના સગડપણની વાત કરવા માટે ગઈકાલે એકઠા થયેલા લોકો પર કાલાવડની જામવાડી વીડી તેમજ બાલંભડી ડેમ પાસે રહેતા દસ શખ્સ ધોકા સાથે ધસી આવ્યા હતા અને તૂટી પડ્યા હતા. આ હુમલામાં ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. સગપણની વાત કરવા આવશો તો પતાવી દઈશું તેવી ધમકી આપી ટોળુ નાસી ગયું હતું. પોલીસે ગુન્હો નોંધી દસેય આરોપીની શોધ શરૂ કરી છે.

કાલાવડ તાલુકાના મોડપર ગામમાં વસવાટ કરતા લાલસુરભાઈ હીરાભાઈ ઘોડા નામના યુવાન ગઈકાલે બપોરે મેરાભાઈ, હાથાભાઈ, અમરાભાઈ તથા નોંધાભાઈ સાથે મોડપર ગામમાં પોતાના ઘરે બહેન રામીબેનના સગપણની વાત કરતા હતા. તે દરમિયાન ધોકા સાથે ત્યાં કાના દેપાળભાઈ માલાણી સહિતના દસ વ્યક્તિ ધસી આવ્યા હતા.

આ ટોળામાં રહેલા કાનાભાઈ સાથેના ગોગન દેપાળભાઈ માલાણી, રાણસુર દેપાળભાઈ, દાના ગોગનભાઈ, પીઠા સોમરાજભાઈ, હેલારભાઈ ખીમકરણ માલાણી, રાજલો પાઘાભાઈ માલાણી, માણસી પાઘાભાઈ, હરજોગ પાઘાભાઈ, જખરાભાઈ પોલાભાઈ માલાણીએ હેમશીભાઈના ઘરમાં આવી તમે રામીબેનના સગપણ માટે કેમ આવ્યા છે તેમ કહી હો, હલ્લો કર્યા પછી હુમલો કર્યાે હતો.

આ વેળાએ લાકડાના ધોકાથી ફટકા મારવામાં આવતા હેમશી, મેરાભાઈને માથામાં ઈજા થઈ હતી. હાજાભાઈને જડબાના ભાગે ઈજા કરવામાં આવી હતી. આ ટોળાએ રામીબેનના સગપણની વાત કરી તો જીવતા નહીં મૂકીએ તેવી ધમકી આપી હતી. લાલસુરભાઈએ કાલાવડ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh