Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહારાષ્ટ્રના પંઢરપુર પાસેથી લૂંટારાઓની કાર બિનવારસુ મળી
બેંગ્લુરૂ તા. ૧૭: કર્ણાટકમાં વિજયપુરાની એસબીઆઈ બેંકમાંથી પ૮ કિલો સોનું અને આઠ કરોડ રોકડની લૂંટ થઈ હોવાના અહેવાલો આવતા સનસનાટી મચી ગઈ છે.
કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની એક શાખામાંથી નકાબપોશ અને હથિયારોથી સજ્જ ગુનેગારો બેંકમાંથી પ૮ કિલો સોનું અને ૮ કરોડ રૂપિયા રોકડ લૂંટી ગયા છે.
આ ઘટના પછી આ વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે અને પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી છે.
અહેવાલો મુજબ ગઈ સાંજે લૂંટારૂઓ બેંકમાં ઘૂસી ગયા હતાં. તેમણે બેંક મેનેજર, કેશિયર અને કર્મચારીઓને બંદૂકો તથા અન્ય હથિયારો વડે ધમકાવ્યા હતાં. કર્મચારીઓને એલાર્મ બટન દબાવતા અટકાવ્યા અને બધાને બાંધીને રાખ્યા હતાં. આ લૂંટારૂઓએ સૈન્યની વર્દી પહેરી રાખી હતી.
આ ઘટના પછી લૂંટારૂઓ સોનું અને રોકડ લઈને કારમાં ફરાર થઈ ગયા હતાં, એમ સ્થાનિક મીડિયા અહેવાલ જણાવે છે. બેંકમાંથી લૂંટ કરનાર લૂંટારૂઓને પકડવા માટે કર્ણાટક અને મહારાષ્ટ્ર પોલીસે સંયુક્ત શોધ અભિયાન શરૂ કર્યું છે. આ ઘટનાએ બન્ને રાજ્યોની પોલીસને સતર્ક કરી દીધી છે.
આ લૂંટારૂઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલી કાર મહારાષ્ટ્રના પંઢરપુરમાં લાવારીસ હાલતમાં મળી આવી છે. આથી એ સંકેત મળે છે કે, ગુનેગારો એક આંતરરાજ્યીય ગેંગ હોઈ શકે છે. પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતાં અને બેંકની બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતાં. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial