Advertisement
Author: નોબત સમાચાર

લાખાબાવળ-પીપળી- કાનાલુસ સેકશનમાં ડબલ ટ્રેકના કામના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત

આગામી તા. ૨૦થી ૨૩ ઓગસ્ટ દરમ્યાન

                                                                                                                                                                                                      

રાજકોટ તા.૯: રાજકોટ ડિવિઝનમાં સ્થિત લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે ૨૦ ઓગસ્ટથી ૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી કેટલીક વધુ ટ્રેનો ને અસર થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ

જેમાં રદ થયેલી ટ્રેનોમાં ટ્રેન નં. ૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્સપ્રેસ ૨૧.૦૮.૨૦૨૫ના રદ રહેશે. ટ્રેન નં. ૧૯૨૧૦ ઓખા-ભાવનગર એક્સપ્રેસ ૨૨.૦૮.૨૦૨૫ના રદ રહેશે.

 આંશિક રીતે રદ થયેલી ટ્રેનોમાં ૨૧.૦૮.૨૦૨૫ના મુંબઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નં. ૨૨૯૪૫ મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલને જામનગર સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આથી, આ ટ્રેન જામનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ૨૦.૦૮.૨૦૨૫ના એર્નાકુલમથી ઉપડનારી ટ્રેન નં. એર્નાકુલમ-ઓખા એક્સપ્રેસને હાપામાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આથી, આ ટ્રેન હાપા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ૨૨.૮.૨૦૨૫ ની ટ્રેન નં. ૨૨૯૪૬ ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ ઓખાને બદલે જામનગરથી શરૂ થશે. આથી, આ ટ્રેન ઓખા-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ૨૩.૮.૨૦૨૫ ની ટ્રેન નં. ૧૬૩૩૭ ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ ઓખાને બદલે હાપાથી શરૂ થશે. આથી, આ ટ્રેન ઓખા-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રિશેડ્યુલ થયેલી ટ્રેનોમાં ટ્રેન નં. ૧૫૬૩૫ ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ૨૨.૦૮.૨૦૨૫ના ઓખાથી તેના નિર્ધારિત સમય ૧૨.૧૫ વાગ્યાને બદલે ૫ કલાક અને ૪૫ મિનિટ મોડી એટલે કે ૧૮.૦૦ વાગ્યે ઉપડશે.  ટ્રેન નં. ૧૯૨૬૯ પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ૨૨.૦૮.૨૦૨૫ના પોરબંદરથી તેના નિર્ધારિત સમય ૧૯.૪૦ વાગ્યાને બદલે ૧ કલાક અને ૧૦ મિનિટ મોડી એટલે કે ૨૦.૫૦ વાગ્યે ઉપડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh