Advertisement
Author: નોબત સમાચાર

એનડીએ સંસદીય દળની બેઠકમાં ઓપરેશન સિંદૂર-મહાદેવ પર પ્રસ્તાવ પસારઃ સેનાને અભિનંદન

ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહે મોદીનું કર્યું સન્માનઃ પહલગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. પઃ સંસદ ભવનમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ સંસદીય દળની આજે બેઠક યોજાઈ હતી. આ માટે ભવનના ઓડિટોરિયમમાં પીએમ મોદી પહોંચ્યા ત્યારે એનડીએ સાંસદોએ 'હર હર મહાદેવ' અને 'ભારત માતા કી જય'ના નારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું, તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ એનડીએ સાંસદોએ પીએમ મોદીનું સન્માન કર્યું હતું. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. એ પછી વડાપ્રધાને સંબોધન કર્યું હતું.

આજે સંસદભવનના ઓડિટોરિયમમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ સંસદીય દળની યોજાયેલી બેઠકમાં એનડીએ સાંસદોએ 'હર હર મહાદેવ' અને 'ભારત માતા કી જય'ના નારા સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું, તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ એનડીએ સાંસદોએ સન્માન કર્યું હતું અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પીએમ મોદીને હાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું તથા ગૃહમંત્રી અમિત શાહે તેમને આવકાર્યા હતાં.

પ્રારંભ પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે ભારતીય સેનાનું શૌર્ય અને પાકિસ્તાને ભારત પર કરેલા હુમલાને દુનિયા સમક્ષ લાવવા માટે મોકલવામાં આવેલા પ્રતિનિધિમંડળની બહાદુરી પર એક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.

એનડીએ સંસદીય પક્ષની બેઠકમાં પસાર થેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, પહલગામ હુમલા માટે જવાબદાર 'ક રેઝિસ્ટન્સ ફ્રન્ટ'ને અમેરિકા દ્વારા વિદેશી આતંકવાદી સંગઠન અને ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યું છે, અને પહલગામ હુમલાની નિંદા કરતો બ્રિક્સ સમિટમાં સંયુક્ત ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યો છે, જે પાકિસ્તાન દ્વારા તેની ધરતી પર ફેલાવવામાં આવી રહેલા આતંકવાદ સામે ભારતના રાજદ્વારી વલણની જીત દર્શાવે છે.

એનડીએની બેઠકમાં 'ઓપરેશન સિંદૂર' અને 'ઓપરેશન મહાદેવ' પર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં પીએમ મોદી તેમજ ભારતીય સેનાને અભિનંદન આપવામાં આવ્યા હતાં. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા ૭ ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. એનડીએ પાસે ઈલેક્ટોરલ કોલેજમાં સ્પષ્ટ બહુમતી હોવાથી ઉપરાષ્ટ્રપતિ પદ માટે તેના ઉમેદવારની પસંદગી માત્ર ઔપચારિક્તા બની ગઈ છે.

ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનને ર૧ ઓગસ્ટ સુધીમાં પોતાના ઉમેદવારની જાહેરાત કરવાની રહેશે, જે નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે, અને આ જ દિવસે સંસદનું ચોમાસું સત્ર પણ સમાપ્ત થઈ રહ્યું છે. આ મુદ્દે હજુ સુધી મગનું નામ મરી પાળ્યું નથી, પરંતુ કદાચ આ માટે સર્વસંમતિની જ પરંપરા અપનાવશે, તેમ જણાય છે.

આ બેઠકને ઉદ્બોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષો પર પ્રહારો કરતા કહ્યું હતું કે, વિપક્ષો સેનાનું અપમાન કરીને પગ પર કૂહાડો મારી રહ્યા છે. પાંચમી ઓગસ્ટે કલમ-૩૭૦ હટાવાઈ અને અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થયા પછી પાંચમી ઓગસ્ટે પ્રાણપ્રતિષ્ઠા થઈ, તેનો ઉલ્લેખ કરાયો હતો અને જુદા જુદા વર્ષે પાંચમી ઓગસ્ટના ઘટનાક્રમો પણ વર્ણવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh