Advertisement
Author: નોબત સમાચાર

ટેકનિકલ ખામીના કારણે ખેડૂતોને ડિજિટલ ક્રોપ પછી પણ ધક્કા ખવડાવાય છેઃ હેમંત ખવા

મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં

                                                                                                                                                                                                      

જામજોધપુર તા. ૧૯: મગફળીના ટેકાના ભાવે ખરીદીીમાં ડિજિટલ ક્રોપ સર્વેમાં પ્રમોલગેશનની ભૂલોના લીધે મોટા છબરડાઓ અંગે ધારાસભ્ય હેમંત ખવાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે.

રાજ્યમાં ખરીફ ૨૦૨૫-૨૬માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે લાખો ખેડૂતોએ નોંધણી કરાવેલ છે. આ નોંધણીમાં દર્શાવેલ પાક અને સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઈટ ઈમેજ આધારિત વેરિફિકેશન કરવામાં આવ્યું. જેમાં જમીન માપણીમાં થયેલ પ્રમોલગેશનની ભૂલોના લીધે હજારો ખેડૂતોના પાક વેરીફાય થયા નથી અને તમામ ખેડૂતોએ ફરીથી ઓફઈલાઈન અરજી કરવા અથવા તો પ્લે સ્ટોરમાંથી ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત નામની એપ મારફતે ખેડૂતો અરજી કરી શકશે તેવો પરિપત્ર રાજય સરકાર દ્વારા તા. ૧૬-૯-૨૫ના કરવામાં આવેલ છે. આ બાબતે ખેડૂતોને ધક્કા ના ખાવા પડે તે માટે જામજોધપુર -લાલપુરના ધારાસભ્ય હેમંત ખવાએ મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

જેમાં તેઓએ જણાવ્યું છે કે બહુ દુઃખ સાથે લખવું પડે છે કે ખેતીપ્રધાન ભારત દેશમાં સૌથી વધુ હાલાકી ખેડૂતોએ ભોગવવી પડી રહી છે. સૌ પ્રથમ તો ઉપરોક્ત સ્કીમ હેઠળ રજીસ્ટ્રેશન કરાવતી વખતે પણ પોર્ટલમાં સર્વર એરરના કારણે ખેડૂતોએ ધક્કા ખાવા પડી રહ્યા છે અને હવે ડિજિટલ ક્રોપ સર્વે પછી પણ ફરી અરજી માટે ધક્કા ખાવાના ? જામનગર જિલ્લામાં કુલ ૬૫૩૫ અરજીઓ તથા સમગ્ર ગુજરાતમાં ૮૦૧૭૬ અરજીઓમાં પાક વેરીફાય થયા નથી. આ બધા ખેડૂતોનો ડેટા તો રજીસ્ટ્રેશન થયેલા પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે જ અને આ બધા ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે તો તેના મોબાઈલ નંબર પણ વિભાગ પાસે ઉપલબ્ધ છે તો શા માટે ફરીથી અરજી કરાવવાના નામે ખેડૂતોને ધક્કા ખવડાવવામાં આવે છે. જે-તે ગામના ગ્રામ સેવક પણ આવા કિસ્સાઓમાં સ્થળ તપાસ કરી નોંધણી થયેલ પાકને માન્ય કરી શકે છે. તેમાં ફરીથી અરજીની કોઈ જરૂરિયાત જણાતી નથી. તેમ હેમંત ખવાએ જણાવ્યું હતું. જે ખેડૂતોના પાક વેરીફાય થયા નથી તેવા ખેડૂતોના કિસ્સાઓમાં ફરીથી અરજી કરાવ્યા વગર સર્વે નંબર અને પાકની સ્થળ તપાસ ગ્રામ સેવક દ્વારા કરી માન્ય ગણવા માટે હેમંત ખવા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયુ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh