Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તત્કાલ કામ ચાલુ ન થાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન
ધ્રોળ તા. ૧૯: ધ્રોલ શહેરના ત્રિકોણ બાગથી જોડિયા રોડ તરફ જતો મુખ્ય માર્ગ લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હોય, જે અંગે ધ્રોળના કોંગ્રેસ અગ્રણીઓએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી.
ધ્રોળમાં ખાડાવાળા માર્ગના કારણે રોજબરોજ અકસ્માતોની શક્યતા વધી રહી છે, તેમજ રસ્તા પર ઊડતી ધૂળથી લોકોના આરોગ્ય પર પણ ગંભીર અસર થઈ રહી છે. સ્થાનિક વેપારીઓ અને દુકાનદારો પણ આ સમસ્યાથી ભારે પરેશાન છે, તેમજ જોડા સમય પહેલા ધ્રોળ કાપડ બજારમાં આવેલું જર્જરિત બિલ્ડીંગ ધરાશાઈ થયું હતું, જેનું કાટમાળ રસ્તા પર પડ્યા છે. આ કાટમાળ તાત્કાલિક ઉપાડવા બાબતે અને બિલ્ડીંગ ધરાશાયી થયું તે વખતે ત્રણ વાહનો દટાયા હતાં. જે વાહનોનું વળતર આપવા પણ માગણી કરવામાં આવી હતી. કોંગ્રેસ આગેવાનોનું કહેવું છે કે, આ મુદ્દે અનેક વખત રજૂઆત કરવા છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. જો તાત્કાલિક રસ્તાનું કામ શરૂ કરવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે. રજૂઆત સમયે ધ્રોળ પાલિકાના વિપક્ષી નેતા અદનાન ઝન્નર, શહેર પ્રમુખ મનસુખભાઈ પરમાર, કોર્પોરેટર અનિલ પરમાર, ફારૂકભાઈ વિરાણી, તેમજ કોંગ્રેસ અગ્રણીઓ મનુભાઈ ચાવડા, હેમત ચાવડા, રાજેશભાઈ વાઘેલા, વિજયભાઈ રાઠોડ, ફારૂકભાઈ મેમણ, કાદરશા શાહમદાર, મિહીરભાઈ ચાવડા સચિનભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial