Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નભમાં વાદળોના જમાવડા વચ્ચે
જામનગર તા. ર૩: જામનગરમાં છેલ્લા બે દિવસમાં બે ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાનનો પારો ર૦ ડીગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાનમાં થયેલા વધારા અને પવનની ગતિ ઘટી જતા ઠંડી ગાયબ થઈ ગઈ છે.
જામનગરમાં તાપમાનમાં વધારા-ઘટાડાના દોર વચ્ચે ગત્ બે દિવસમાં બે ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૦ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ પ થી ૧૦ કિ.મી.ની રહેવા પામી હતી. લઘુતમ તાપમાનમાં થયેલા વધારા અને પવનની ગતિ ઘટી જતા ઠંડી ગાયબ થઈ ગઈ છે. નગરમાં પલટાયેલા વાતાવરણના કારણે આજે સવારે નભમાં વાદળોનો જમાવડો જોવા મળ્યો હતો.
નગરમાં સોમવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન એક ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૧ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ ટકા ઘટીને પ૯ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial