Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં છત્રપતિ શિવાજી મહારાજની જયંતી ઉજવાઈઃ નગરમાં નીકળી ભવ્ય શોભાયાત્રા

આકર્ષક ફલોટ્સઃ બહેનો દ્વારા લેજીમના દાવ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગર શહેરમાં શ્રી ગણેશ મરાઠા મંડળ-ચાંદી બજાર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૯મી જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ૧૯મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના સવારે ૭ વાગ્યે મહાકાળી મંદિર, પસાયા થી જામનગર સુધી મશાલયાત્રાનું આયોજન કરાયુ હતું. ત્યાર બાદ સાંજે ૫ વાગ્યે ચાંદી બજાર વિસ્તારમાંથી શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથેનો ફલોટ્સ યોજાયો હતો. મહારાષ્ટ્રીયન મહિલાઓ દ્વારા પારંપરિક લેજીમ નૃત્ય તેમજ બાળકો દ્વારા વિવિધ વેશભૂષા ધારણ કરવામાં આવી હતી, ત્યાર બાદ શિવાજી મહારાજને નગર ભ્રમણ કરાવવામાં આવ્યું હતું.

જામનગરના ચાંદીબજાર માં છેલ્લા ૪૧ વર્ષથી ગણેશ મહોત્સ્વનું આયોજન કરતા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા આ વખતે ચોથી વખત છત્રપતિ શિવાજી મહારાજની જયંતીની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી.

શોભાયાત્રા ચાંદી બજારથી પ્રારંભ થઈને સેન્ટ્રલ બેંક રોડ, હવાઈ ચોક, ભાટ ની આંબલી, પંચેશ્વર ટાવર, બેડી ગેઈટ, રણજીત રોડ થઈ ફરી ચાંંદી બજારમાં પરિપૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રામાં ગણેશ મરાઠા મંડળના પરિવારજનો ઉપરાંત  અન્ય મહારાષ્ટ્રીયન પરિવારના સભ્યો વગેરે બહોળી સંખ્યામાં જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh