Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિન્દુ સમાજનું સમૂહ ભોજન, મહાઆરતી વગેરે કાર્યક્રમો
સલાયા તા. ૪: સલાયામાં આવેલ પૌરાણિક સ્વયંભૂ પાળેશ્વર મહાદેવ મંદિરે મહા શિવરાત્રિના તારીખ ૧૫ ફેબ્રુઆરીના વિવિધ ધાર્મિક ઉત્સવ ઉજવવાનું ભવ્ય આયોજન સમસ્ત હિન્દુ સમાજના સાથ સહકારથી કરવાનું નક્કી કરેલ છે. આ આયોજન માટે ગઈકાલે સમસ્ત હિન્દુ સમાજની મિટિંગ મળી હતી.
જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ હાજર રહૃાા હતા. જ્યાં શિવરાત્રિના રોજ લઘુરૂદ્ર યજ્ઞ, બપોરે સમસ્ત હિન્દુ સમાજનો ફરાળી મહા પ્રસાદ તેમજ સાંજે મહાઆરતી કરવાનું આયોજન થયું હતું. જેમાં હિંદુ સમાજના સાથ સહકારથી આ આયોજન કરવાનું નક્કી થયેલ છે. આ આયોજનને સફળ બનાવવા સલાયા લોહાણા મહાજન તેમજ જલારામ સેવા સમિતિના સભ્યો જહેમત ઉઠાવી રહૃાા છે. આ ધાર્મિક પ્રસંગને ભવ્ય રીતે ઉજવવા સલાયા પાળેશ્વર મંદિરના મહંત પ્રવીણગીરી ગૌસ્વામી, લોહાણા મહાજનના ભરતભાઈ લાલ, અરવિંદભાઈ ભાયાણી, વૃજલાલ બથિયા, મનુભાઈ પંચમતિયા, પરેશભાઈ કાનાણી, મુકેશભાઇ તન્ના તથા આગેવાનોના માર્ગદર્શન હેઠળ કામગીરી થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial