Advertisement
Author: નોબત સમાચાર

એકાઉન્ટન્ટ પર થયેલા હુમલા કેસમાં હોટલના ભાગીદારની કરાઈ ધરપકડ

જ્ઞાતિ પ્રમુખે કરેલી આગોતરા અરજી રદ્દ થઈ હતીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરની જાણીતી હોટલના એકાઉન્ટન્ટ પર થોડા મહિના પહેલાં થયેલા જીવલેણ હુમલાના કેસમાં પોલીસે આ હોટલના ભાગીદાર અને ભાનુશાળી જ્ઞાતિના પ્રમુખ સહિતના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જ્ઞાતિ પ્રમુખે આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે રદ્દ કર્યા પછી તેઓની ધરપકડ કરાઈ હતી.

જામનગરના ભાગોળે આવેલી વિશાલ હોટલના ભાગીદારો વચ્ચે સર્જાયેલા વિખવાદ વચ્ચે આ હોટલમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા અમિત ચંદુભાઈ ચુડાસમા નામના યુવાનને આવતીકાલથી નોકરી પર જતો નહી તેવું ફરમાન ફોન પર કરવામાં આવતા અને તેનું કારણ અમિતે પૂછતા મળવા માટે બહાર બોલાવી કેટલાક શખ્સોએ આ યુવાનને ઢોરમાર મારી તેની હત્યાનો પ્રયાસ કર્યાે હતો.

આ બનાવ અંગે અમિત ચુડાસમાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે, હોટલના ભાગીદાર અને જામનગરની ભાનુશાળી જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઈ ભદ્રાના ઈશારે તેમના પર પ્રાણઘાતક હુમલો કરાયો હતો. આ કેસમાં પોલીસની ધરપકડથી બચવા કિરીટભાઈ ભદ્રાએ આગોતરા જામીન અરજી કરી હતી. તે અરજી નામંજૂર થયા પછી પોલીસે કિરીટભાઈ સહિત ત્રણ શખ્સની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh