Advertisement
Author: નોબત સમાચાર

છોટીકાશીમાં મહેશ્વરી મેઘવાર સમાજ દ્વારા ધણીમાતંગ દેવ જયંતીની ઉજવણી

પરંપરાગત રીતે ભવ્ય શોભાયાત્રા તથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાયાઃ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં મહેશ્વરી મેઘવાર સમાજ દ્વારા ઈષ્ટદેવ ધણીમાતંગ દેવની ૧૨૭૩ મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા તથા મહાપ્રસાદ સહિતનાં આયોજન કરવામાં આવ્યા હતાં. શોભાયાત્રા પ્રદર્શન ગ્રાઉન્ડથી આરંભ થઇ સુમેર ક્લબ રોડ, દિગ્વિજય પ્લોટ, ખંભાળીયા ગેઇટ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, પંચેશ્વર ટાવર, બેડી ગેઇટ, કે.વી.રોડ થઇ નાગેશ્વર વિસ્તારમાં પહોંચી સંત શ્રી ખેતા ભગતની વાડી - મતિયા દાદાની જગ્યામાં પૂર્ણ થઇ હતી. મેઘવાર સમાજનાં હજારો લોકો શોભાયાત્રામાં જોડાયા હતાં તથા  શોભાયાત્રા પછી સમૂહ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ધર્મોત્સવમાં  મહેશ્વરી સંપ્રદાયનાં ધર્મગુરુઓ તેમજ સમાજનાં અગ્રણીઓ સર્વશ્રી કે.કે.ગડણ, સામતભાઈ માતંગ, સુરેશભાઈ માતંગ,પૂર્વ કોર્પોરેટર દીપુભાઈ પારિયા-, એડવોકેટ જયંતભાઈ વારસખીયા, કિશનભાઈ નંજાર, માધવભાઈ ડુંગરા, લાખાભાઈ ફફલ, દિનેશભાઈ માતંગ(ડી.ડી.), રાજેશભાઈ જાદવ, વિજયભાઈ દાફડા, વિજયભાઈ એરડીયા,એડવોકેટ બીપીનભાઈ ડગરા-, ભરતભાઈ ધુલિયા, દેવશીભાઈ ધુલિયા, ભાગ્યેશભાઈ ધુલિયા, વિરોધ પક્ષ દંડક સમજુબેન દીપુભાઈ પારિયા-, કોર્પોરેટર મુકેશભાઈ માતંગ- , અશોકભાઈ વારસખીયા, વશરામભાઈ પિંગલસુર, વિજયભાઈ નંજાર, માધવીબેન રોશિયા, અમૃતભાઈ સુરડીયા, સોનલબેન રાઠોડ, નાથાભાઈ માતંગ, દિનેશભાઈ ધુલિયા, ગીરધરભાઈ માતંગ, જયેશભાઈ જે. માતંગ, વિજયભાઈ નંજાર, જયાબેન જોડ, કોમલબેન મકવાણા, બીપીનભાઈ ધુલિયા,વીરજીભાઈ રોશિયા, કિરણભાઈ ગડણ, સુરેશભાઈ ભરાડીયા વગેરે  ઉપસ્થિત રહૃાા હતા. સમગ્ર ધર્મોત્સવને સફળ બનાવવા માટે સમાજના ધર્મગુરુઓ તથા પંચ સમિતિ, સંગઠન, મહિલા ગ્રુપ, વગેરેઓએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh