Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્ય મૂળુભાઈ બેરાના હસ્તે
ખંભાળિયા તા. ૬: ખંભાળિયા શહેરમાં રૂ।. ૧૬.૩૦ કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત તથા રૂ।. પ.૦૩ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્ય મૂળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યા હતાં.
શહેરના જુદા જુદા નાકાઓ જે અગાઉના સમયમાં રાજાશાહીના સમયમાં જુદા જુદા સ્થળે કિલ્લા ગઢમાંથી રસ્તો નાકું રાખવામાં આવતું હતું, જેમાં ખંભાળિયામાં ત્રણ નાકાઓ જુના સમયના હોય, આ નાકાઓને રજવાડી લૂક આપીને હેરીટેજ વારસો મૂળ સ્વરૂપમાં બનાવવા પ્રયત્ન કરાયો હતો. ૩પ૦ કરોડના આ નાકાઓમાં સલાયા ગેઈટ, પોટ ગેઈટ તથા દ્વારકા ગેઈટ તથા ખામનાથ પાસે નવડેરાનો સમાવેશ થાય છે. ખંભાળિયાના આ રાજાશાહીના સમયના નાકાઓનું રીનોવેશન જુના ઢબથી કરવા પાલિકા દ્વારા વર્ષોથી રજૂઆતો થતી હતી, પણ ૧૦-૧ર લાખ સરકાર આપતી નહતી, પરંતુ તત્કાલિન પાલિકા કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય દ્વારા આ નાકાઓનું ઐતિહાસિક મહત્ત્વ તથા ફોટો, વીડિયો, સ્ટોરી સાથે પાલિકા ઈજનેર એન.આર. નંદાણિયા સાથે સંકલન કરી સરકારમાં રજૂઆત કરતા ૧૦-૧ર લાખ ના આપતા તેમણે સ્પેશ્યલ કેસમાં સાડાત્રણ કરોડ મંજુર કર્યા હતાં.
મહિલાઓ માટે જીમનું લોકાર્પણ
ખંભાળિયા પાલિકા બગીચામાં યોગ હોલની ઉપર રૂ।. ૭ર.૮૬ લાખના ખર્ચે બનાવવામાં આવેલા મહિલાઓ માટેના જીમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદ પૂનમબેન માડમે પણ 'ટ્રેડમીલ' ઉપકરણનો ઉપયોગ કરી જીમની કામગીરી શરૂ કરાવી હતી.
રસ્તાનો ઉપયોગ શરૂ
થયા પછી લોકાર્પણ
નગર ગેઈટથી ચાર રસ્તા સુધી રૂ।. ૮૦.૧૯ લાખના ખર્ચે રસ્તો બનાવાયો હતો. શહેરીજનોએ તેના લોકાર્પણની રાહ જોયા વગર ઉપયોગ શરૂ કરી જ દીધો હતો તેમ છતાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગૌરવપથ સહિતના
કામોનું ખાતમુહૂર્ત
ખંભાળિયા પાલિકા દ્વારા જામનગર રોડ પર વેલકમ ગેઈટ આઈ.ટી.આઈ. પાસેથી રેલવે ફાટક પાસે સર્વિસ સ્ટેશન સુધી રૂ।. પાંચ કરોડના ખર્ચે આઈકોનિક ગૌરવપથ બનાવવા આયોજન કર્યું છે.
આ ઉપરાંત અન્ય વિકાસ કાર્યો ૧૧.૩૦ કરડના કરવા આયોજન થયું છે. જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ સ્મશાનમાં સી.સી. રોડ, સિવિલ વર્ક, લાઈટીંગના કામો, ખામનાથ પુલથી કણઝાર હોટલ સુધી સી.સી. રોડ તથા ડીવાઈડર બનાવવા, ટાઉનહોલથી ખામનાથ પુલ સુધી સી.સી. રોડ તથા ડીવાઈડર બનાવવા, રેલવે સ્ટેશનથી તેલી નદી પુલ સુધી ડ્રેનેજ કામ, જોધપુર ગેઈટથી નગર ગેઈટ સી.સી. રોડ તથા ડ્રેનેજ કામ, ધોરીવાવ ૫ાસે કમ્પાઉન્ડ વોલ તથા કૂવાનું કામ ન.પા. બગીચામાં ટોપટેન સહિત વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત થયું હતું.
આ પ્રસંગે ચીફ ઓફિસર રાહુલ કરમુર, પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, ભાજપ શહેર પ્રમુખ મિલનભાઈ કિરત સાતા, મહામંત્રી પરબતભાઈ ભાદરકા, રાજુભાઈ ભરવાડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial