Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૩ માર્ચ, મંગળવાર અને ફાગણ સુદ પૂનમનું રાશિફળ

વૃષભ સહિત બે રાશિના જાતકોના અગત્યના કામનો આવતો જણાય. મહત્ત્વની મિલન-મુલાકાત  લાભદાયી રહે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

માનસિક પરિતાપ-વ્યગ્રતામાં દિવસ પસાર થાય. વિચારોની અસમંજસતા-દ્વિધાને લીધે કામમાં મન લાગે નહીં.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૬

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના અગત્યના કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. રાજકીય-સરકારી કામમાં સાનુકૂળતા મળી રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૮

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામકાજમાં સાનુકૂળતા જણાય. સિઝનલ ધંધામાં કુટુંબ-પરિવારનો સહયોગ મળી રહે. હર્ષ-લાભ થાય.

શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૩-૯

 

Cancer (કર્ક: ડ-હ)

આડોશ-પાડોશના કામમાં ભાઈ-ભાંડુંના કામમાં આપે વ્યસ્ત રહો. દિવસ પસાર થાય તેમ પ્રતિકૂળતા જણાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૧

 

Leo (સિંહ: મ-ટ)

આપ હરો-ફરો કામ કરો, પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ રાહત જણાય નહીં. બપોર પછી રાહત જણાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૪

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

સંતાનના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. સીઝનલ ધંધામાં આવક જણાય. પરદેશના કામ અંગે મુલાકાત  થઈ શકે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૩

 

Libra (તુલા: ર-ત)

જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કામમાં સરળતા થતી જાય. દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

મહત્ત્વની મિલન-મુલાકાત લાભદાયી બની રહે. બપોર પછી આપે વાહન ચલાવવામાં સાવધાની રાખવી પડે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૭-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેની સાથે થાય. આળસ રહે. પરંતુ જેમ દિવસ પસાર થાય તેમ કામમાં વ્યસ્તતા રહે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૧

 

Capricorn (મકર: ખ-જ)

દેશ-પરદેશના કામ અંગે મિલન-મુલાકાત થઈ શકે. સાનુકૂળતા રહે. પરંતુ દિવસાન્તે કામમાં વ્યસ્તતા રહે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

દિવસનો પ્રારંભ દોડધામ-શ્રમથી થાય. જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૯-૪

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

બપોર સુધીનો સમય આપના માટે સારો રહે. કામ ઉકેલાતા જાય. પરંતુ ત્યારપછી આપને કામમાં પ્રતિકૂળતા  રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૮



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh