Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયામાં વર્લીના જુગારરમાં ત્રણની અટકઃ
જામનગર તા. ૨૩: જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી પાંચ મહિલા તીનપત્તી રમતા મળી આવ્યા હતા. ભાણવડમાંથી ત્રણ પત્તાપ્રેમી પકડાયા હતા. ખંભાળિયામાં વર્લીના આંકડા લઈ રહેલા એક વૃદ્ધ તથા આંકડા આપવા આવેલા બે શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં એક શાળા પાસે ગઈકાલે બપોરે કેટલાક મહિલા જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી મળતા સિટી સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ એન.વી. ડાભીની સૂચના અને પીએસઆઈ વી.એ. પરમારના વડપણ હેઠળ ગોકુલનગરમાં દરોડો પાડ્યો હતો.
ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા રંજનબેન રાજુભાઈ કુડેચા, સુનિતાબેન મોહનભાઈ મકવાણા, રીટાબેન કાળુભાઈ ચૌહાણ, બીનાબેન અલ્પેશભાઈ સરવૈયા અને મોહિનીબેન જયંતિભાઈ બારૈયા નામના પાંચ મહિલા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।.૨૧૨૦૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં ફલકુ નદીના કાંઠે ગઈરાત્રે તીનપત્તી રમતા ઈમ્તિયાઝ મામદ બ્લોચ, કાસમ રહીમ શામદાર, આનંદ જયેશ સોલંકી નામના ત્રણ શખ્સ રૂ।.૧૦૧૦ સાથે ઝડપાઈ ગયા હતા.
ખંભાળિયા શહેરના જોધપુર નાકા નજીક ગઈકાલે સાંજે જાહેરમાં ઉભા રહી મોબાઈલમાં વર્લીનું બેટીંગ લેતા ધીરજલાલ પાઉં ઉર્ફે ગબ્બર નામના શખ્સને તેમજ આંકડા લખાવવા આવેલા પ્રવીણગીરી પ્રતાપગીરી ગોસાઈ, ગોપાલ કરશનભાઈ પરમાર નામના શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial