Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે
જામનગર તા. ર૩: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઓખા અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝન થઈને પસાર થનારી આ સ્પેશિયલ ટ્રેનનો વિગતવાર કાર્યક્રમ જાહેર થયો છે.
જેમાં ટ્રેન સંખ્યા ૦૯પ૬ર/૦૯પ૬૧ ઓખા-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ (૧૦ ફેરા) કરશે. ટ્રેન સંખ્યા ૦૯પ૬ર ઓખા-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર મંગળવારે ઓખાથી સવારે ૧૦.ર૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૪.ર૦ કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ર૭ જાન્યુઆરીથી ર૪-ફેબ્રુઆરી-ર૦ર૬ સુધી ચાલશે.
તેવી જ રીતે રિટર્નમાં ટ્રેન સંખ્યા ૦૯પ૬૧ બાંદ્રા ટર્મિનસ-ઓખા સ્પેશિયલ દર બુધવારે બાંદ્રા ટર્મિનસથી સવારે પ.પ૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રે ૧૦.પ૦ કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન ર૮-જાન્યુઆરીથી રપ-ફેબ્રુઆરી-ર૦ર૬ સુધી ચાલશે.
આ ટ્રેન બન્ને દિશામાં દ્વારકા, ખંભાળીયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત અને બોરીવલી સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી-ર ટાયર, એસી-૩ ટાયર, એસી-૩ ટાયર (ઈકોનોમી), સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial