Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફલાય ઓવરના કામમાં
જામનગર તા. ૨: જામનગરમાં ફ્લાય ઓવર બ્રીજનું કામ ચાલી રહૃાું છે. લોકોની સુવિધા માટે થતા વિકાસ કાર્યોમાં લોકોએ થોડી ઘણી મુશ્કેલીઓ તો સહન કરવી પડે તે સમજી શકાય તેવી બાબત છે.
પરંતુ અંબર ચોકડી પાસે ફ્લાય ઓવરબ્રિજના ચાલી રહેલા કામ માટે જી.જી. હોસ્પિટલ તરફ જવા માટે કાઢેલા ડાયવર્ઝન વાળા રસ્તા ઉપર પાણા એવી આડેધડ રીતે પથરાયેલા છે કે ટુ વ્હીલર ચલાવતા વાહન ચાલકોને નાકે દમ આવી જાય છે! રસ્તા ઉપર પથરાયેલા નાના મોટા પથ્થરોને કારણે વાહન ચાલકોને ફરજિયાત પણે પોતાના વાહનો ધીમે ચલાવવા પડે છે જેને કારણે ઉલ્ટાનું ટ્રાફિક જામ થઈ જાય છે.
સુભાષ બ્રીજ તરફથી આવતા વાહનો અને ડીએસપી બંગલા તરફથી આવતા વાહનો કે જેઓને સીધું સાત રસ્તા તરફ જવું હોય છે અને આમાંના કેટલાક વાહનોને જીજી હોસ્પિટલ વાળા રસ્તે જવું હોય છે તેઓએ વાહન ના ઈન્ડિકેટર અથવા પોતાના હાથ સતત ડાબી-જમણી બાજુએ દર્શાવવા પડે છે!
ખાસ કરીને મોટી ઉંમરના વાહન ચાલકોને રસ્તા ઉપર પથરાયેલા પાણા ટુ વ્હીલરના પાછલા વ્હીલ નીચે આવી જવાથી વાહન ઘસડાઈ છે. ફ્લાય ઓવર બ્રીજના કામ માટે લગભગ ત્રીસ કરોડ જેવી રકમ વધારવામાં આવી છે તો આ પાણાવાળા રસ્તા ઉપર દસ પંદર હજાર વધારાનો ખર્ચ કરી ડામર પાથરીને વ્યવસ્થિત રીતે સમથળ કરવામાં શું વાંધો છે? તેવો પ્રશ્ન રિટેલ વેપારી મહામંડળ-જામનગરના પ્રમુખ શશિકાન્ત મશરૂએ ઉઠાવ્યો છે. જો કે, તીન બત્તી તરફ કાઢેલા ડાયવર્ઝન ઉપર આવી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.
જામનગર મહાનગર પાલિકાના કમિશનરે ટુ વ્હીલર વાહન ઉપર બેસીને જાત અનુભવ કરી લોકોને ભોગવવી પડતી સમસ્યા દૂર કરવી જોઈએ. આ ઉપરાંત ગુરૂદ્વારા ચોકડી પાસે ગુરૂદ્વારા સામે જ શેરડીની દુકાનવાળાના બહાર ખડકાયેલા રહેતા વાહનોના કારણે ટ્રાફિક અસ્ત વ્યસ્ત થઈ જાય છે. અહિં ફરજ પરના ટ્રાફિકવાળા પણ નિષ્ક્રીય થઈને આ સ્થિતિ જોતા હોય છે. મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા પણ કડક કાર્યવાહી થતી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial