Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કન્યા સહિત બે રાશિના જાતકોને સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી રહ્યા કરે. આરોગ્યની કાળજી રાખીને દોડધામ-શ્રમ કરવા.
શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૧-૪
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કામની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકિય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૨
Gemini (મિથુન: ક-છ-ધ)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતાને લીધે કામકાજમાં મન લાગે નહીં.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૮-૬
Cancer (કર્ક: ડ-હ)
નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મુલાકાતમાં ઉતાવળ કરવી નહીં.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૭-૯
Leo (સિંહ: મ-ટ)
આપના કામની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. સામાજિક-વ્યાવહારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કામની કદર-પ્રશંસા થવાથી આપને આનંદ રહે. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૨
Libra (તુલા: ર-ત)
આપે કોર્ટ-કચેરીના કામમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ જણાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૭-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. રાજકીય-સરકારી કામકાજ અંગે મુલાકાત થાય.
શુભ રંગઃ પીચ - શુભ અંકઃ ૮-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામની સાથે કૌટુંબિક-પારિવારિક કામ અંગે દોડધામ-શ્રમ જણાય. સિઝનલ ધંધામાં લાભ-ફાયદો રહે.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૯-૫
Capricorn (મકર: ખ-જ)
આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૬
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૪
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા થતી જાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૮