Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૧.૨૦ લાખના બે હથિયાર કબજે કરતી એસઓજીઃ
જામનગર તા. ૨૩: જામનગરના ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા એક આસામીએ જુદા જુદા બે સમયે અલગ અલગ હથિયારના પરવાના મેળવ્યા હતા અને બંનેના પરવાના પરથી હથિયાર ખરીદ્યા હતા. ત્યારપછી પરવાનો રીન્યુ કરવાની મુદ્દતમાં પરવાના રીન્યુ નહીં કરાવી લેવાતા બંને હથિયાર કબજે કરી એસઓજીએ આ આસામી સામે ગુન્હો નોંધાવ્યો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી ગ્રીન સિટીમાં રહેતા મૂળ જામનગર તાલુકાના નારણપર ગામના ભાવેશ ચંદુભાઈ નંદા નામના આસામીએ વર્ષ ૨૦૧૦ના ઓક્ટોબર મહિનામાં બાર બોરની બંદૂક માટે લાયસન્સ પ્રાપ્ત કર્યું હતું. ત્યારપછી વર્ષ ૨૦૧૬ના જૂન મહિનામાં પિસ્તોલનું લાયસન્સ તેઓએ જમ્મુ કાશ્મીર રાજ્યના ઉધમપુર જિલ્લામાંથી મેળવ્યું હતું.
ત્યારપછી આ આસામીએ બંને લાયસન્સની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેને સમયસર રીન્યુ કરાવ્યા ન હતા અને તે રીતે હથિયારના લાયસન્સની શરતોનો ભંગ કર્યાે હતો.
ઉપરોક્ત વિગતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હથિયારના લાયસન્સધારકોની ચકાસવામાં આવી રહેલી વિગતો દરમિયાન ઉપરોક્ત બાબત ધ્યાનમાં આવતા પીઆઈ બી.એન. ચૌધરીની સૂચનાથી ગઈકાલે ભાવેશ નંદાના ઘરે ધસી ગયેલી એસઓજી ટીમે ત્યાંથી રૂ।.ર૦ હજારની કિંમતની બાર બોરની બંદૂક અને રૂ।.૧ લાખની કિંમતની પિસ્તોલ કબજે કરી લઈ આ આસામી સામે હથિયારના લાયસન્સના શરતના ભંગ અંગે આર્મ્સ એક્ટની કલમ ૩૦ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial