Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા
જામનગર તા. ર૩: જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા શિક્ષણ રાજયમંત્રી રિવાબા આર. જાડેજાનો સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં વિશાળ સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતાં.
જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા જામનગર ઉત્તર-૭૮ વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત રાજયના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજયમંત્રી તરીકે વરાયેલા માનનીય શ્રીમતી રીવાબા જાડેજાના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના હોદ્દેદારો, કારોબારી સમિતિના સભ્યો, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન સહિત વિવિધ સંસ્થાના પ્રમુખ, હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા ઉદ્યોગકારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
સંસ્થાના પ્રમુખ રામજીભાઈ ગઢીયાએ તેમના સ્વાગત પ્રવચનમાં રાજયમંત્રીનું સ્વાગત કરતા જણાવેલ કે, સૌપ્રથમ વખત જ વિધાનસભાની જામનગર ઉત્તર બેઠક પરથી જંગી બહુમતીથી ચૂંટાઈ આવી, સૌનો સાથ સૌના વિકાસને જીવનસૂત્ર બનાવી અને સતત લોકોના સંપર્કમાં રહી, પ્રશ્નો સંભાળી તેનો ઉકેલ લાવી અને નાની વયે મંત્રીમંડળમાં રાજયમંત્રી તરીકેનું સ્થાન મેળવી સમગ્ર જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. ત્યારપછી પ્રમુખ રામજીભાઈ એ. ગઢીયા, ઉપપ્રમુખ ધરમભાઈ જોશી તથા માનદમંત્રી મેહુલભાઈ જોબનપુત્રાએ મંત્રી પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી તથા અન્ય સંસ્થાના પ્રતિનિધિઓએ પણ મંત્રી પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતું.
રાજયમંત્રી શ્રીમતી રિવાબા આર. જાડેજાએ તેમના વક્તવ્યમાં તેમના સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરી જામનગરના જીવાદોરી સમાન તથા રોજગારલક્ષી બ્રાસઉદ્યોગના કે જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાખો લોકોને સ્વામાનભેર રોજગારી પુરી પાડે છે. તેના વિકાસને અવરોધક વિવિધ પ્રશ્ને સમયાંતરે સંયુક્ત બેઠક યોજી તેનો સાનુકૂળ ઉકેલ લાવવા માટે તત્પરતા દાખવી હતી. મંત્રીએ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા સંચાલિત કોમન મેટલ ટેસ્ટીંગ લેબોરેટરી, મેટાલેબ તથા સીએનસી/વિએમસી ટ્રેઈનિંગ સેન્ટરની પણ મુલાકાત લઈ મેટલ ટેસ્ટીંગ સેન્ટર તથા ટેકનિકલ ટ્રેઈનિંગ સેન્ટરની તમામ કાર્યવાહી રસપૂર્વક નિહાળી તલસ્પર્શી માહિતી મેળવી સફળ સંચાલન બદલ સંસ્થાના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતાં.
આ સન્માન સમારંભ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોનો પરિચય વિધિ ઉપપ્રમુખ ધરમભાઈ જોશી અને આભારવિધિ માનદમંત્રી મેહુલભાઈ જોબનપુત્રાએ કરી હતી. આ સમારંભને સફળ બનાવવા માટે સહમંત્રી બિપીનભાઈ સોરઠીયા, ખજાનચી હર્ષદભાઈ પી. પણસારા, ઓડિટર અશોકભાઈ સોલંકી તથા એડીટર રાજુભાઈ ગાગીયાએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial