Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દોડ એટલે વ્યાયામ સાથે મનની દૃઢતાનું સંયોજનઃ
જામનગર તા. ૨૩: ગત તા. ૧૮-૧-૨૬ના દિવસે ૨૧મી વખત મુંબઈમાં ટાટા દ્વારા આયોજિત વિશ્વ વિખ્યાત વાર્ષિક વિશ્વ એથલેટિક્સ સુવર્ણ શ્રેણીની દોડમાં ૬૯૧૦૦ લોકો જોડાયા હતા. જામનગરના રનર્સ પણ આ મેરેથોનમાં જોડાયા હતા. જેમાં ફૂલ મેરેથોન માટે ૧૪૦૫૯ લોકોએ નોંધણી કરાવી હતી. તે એક રેકોર્ડ છે. લોકોે મેરેથોન માટે આખું વર્ષ તાલીમ મેળવતા રહે છે.
જામનગરના રનર્સ દ્વારા પણ મુંબઈની આ મેરેથોનમાં જોડાયા હતા. અને તે સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
જેમાં ડો. ઉલ્લાસ સાઠયે, ડો. આરતી સાઠયે, ડો. આર.એસ. વિરાણી, ડો. તપન મણીયાર, ડો. જયદિપ મંકોડી, ડો. શેખર સાઠયે, રાહુલ ગણાત્રા, બંકર ખન્ના, યુવરાજસિંહ ઝાલા, સંદિપ પતિરા, રોહિત ભાનુશાળી, નિરજ મહેતા, વિમલેશ ટી, સાગર શાહ, સંજયસિંહ, વિકાસ સારસ્વત, નિતીન ભોરસકર અને સંદિપ પીપળીયાનો સમાવેશ થાય છે. આ તમામે ૪૨ કિ.મી.નું અંતર કાપી ફૂલ મેરેથોન પૂર્ણ કરી હતી.
જ્યારે જામનગરના મનસુખલાલ નાકરાણી, પંકજ સાપોવડીયા, ડો. ચેતન ડાભી, ડો. પ્રશાંત તન્ના, ડો. કુશલ કપાસી, મિતેષ પાલા, દિલીપ તલાવડીયા, કિશોર ભંભાણી, નિર્મળસિંહ જાડેજા, હરીશ લઠા, મમતા જોષી, માસ્ટર શ્લોક મામતોરાએ હાફ મેરેથોન (૨૧ કિ.મી.) પૂર્ણ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial