Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૩૦: ખંભાળિયાથી જામનગર જતો રસ્તો ફોર ટ્રેક હોવા છતાં પણ એટલો ટ્રાફિક થતો હોય ટ્રાફિક જામ તથા ખૂબ જ ધીમી ગતિથી વાહનો ચલાવવા અને વિશાળકાય કંપનીઓનો પુષ્કળ ટ્રાફિક હોય સીકસ લેન રસ્તો કરવા માંગણી કરાઈ છે.
સવારે કંપનીઓમાં કામ કરવા જતાં માણસોના વાહનોને લીધે તથા સાંજે છુટવાના સમયે એવડો ટ્રાફિક થાય છે કે, પાંચ મિનિટ ટ્રાફિક જામ થાય એટલે બે કિ.મી.ની લાંબી લાઈન થઈ જાય છે જે ટ્રાફિક કલીયર થતાં પણ ઘણો સમય થાય છે. ખંભાળિયા-જામનગર વચ્ચે રિલાયન્સ કંપની, નાયરા કંપની, એસ્સાર કંપની, સિકકા વાડીનાર જેટી, નાની નાની સંલગ્ન કંપનીઓ વિશાળ સંખ્યામાં ટ્રાન્સપોર્ટ પરિવહન કંપનીઓ સિકકા સિમેન્ટ કંપની, જી.ઈ.બી. થર્મલ પાવાર સ્ટેશન તથા અનેક કોન્ટ્રાકટર કંપનીઓ આવેલી હોય જેના હજારો વાહનો આવજા કરતા હોય દિવસ દરમ્યાન મોટા પ્રમાણમાં ટ્રાફિક રહેતો હોય જામનગર-રાજકોટ રોડ કરતા ચારગણો ટ્રાફિક રહેતો હોય સીકસ લેન રોડ કરવા માંગ છે. જેથી અકસ્માતોના બનાવો પણ ઘટે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial