Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના યુવતીએ પતિ સામે ત્રાસ આપ્યાની કરી રાવ

લગ્નના ત્રણેક મહિના પછીથી શરૂ કરાયો ત્રાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરના એક યુવતીના લગ્ન ચારેક વર્ષ પહેલાં અમદાવાદના દસક્રોઈ તાલુકાના બારેજા ગામમાં થયા પછી સરકારી નોકરિયાત એવા પતિએ ત્રાસ આપી ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપતા પિયર પરત ફરેલા આ યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા સરલાબેન ત્રિવેદી આવાસના એ-ર બ્લોકમાં રહેતા પૂનમબેન કરણજીભાઈ વાઘેલા (ઉ.વ.૩૭) નામના યુવતીના લગ્ન વર્ષ ૨૦૨૧માં અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના બારેજા ગામના સંજય હરીભાઈ ઝાલા સાથે થયા હતા.

લગ્નના ત્રણેક મહિના સુધી સારી રાખ્યા પછી પતિ સંજયે નાની બાબતોમાં ઝઘડા કરી ગાળો ભાંડવા ઉપરાંત ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા કંટાળીને પિયર પરત ફરેલા પૂનમબેને ગઈકાલે જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh