Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગાઉની માથાકૂટનો ખાર રાખી ચાર શખ્સે સ્કૂટરમાં તોડફોડ કરીઃ
જામનગર તા. ૨૯: જામનગરના અંધાશ્રમ પાસે શિવ પાર્ક સોસાયટીમાં એક દુકાને મફતમાં મસાલો ખાવા આવેલા શખ્સને દુકાનદારના ભત્રીજા તથા તેના મિત્રએ પૈસા આપવા સમજાવટ કરતા મામલો બિચક્યો હતો. ચાર શખ્સે દુકાનદારના ભત્રીજા તથા તેના મિત્રને ઘરે જઈને માર મારવા ઉપરાંત જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે અગાઉની માથાકૂટનો ખાર રાખી મંગળવારની રાત્રે રણજીતનગર સ્થિત જૂના હુડકોમાં ચાર શખ્સે ધોકા સાથે જઈ ધમાલ કરવા ઉપરાંત એક સ્કૂટરમાં તોડફોડ કરી ગાળાગાળી કરી હતી.
જામનગરના અંધાશ્રમ વિસ્તારમાં આવેલી શિવ પાર્ક સોસાયટીમાં રહેતા નારણભાઈ ડોસાભાઈ ડગરા મંગળવારે રાત્રે પોતાના મિત્ર કિશોરભાઈને મળવા માટે ગયા હતા. આ વેળાએ કિશોરભાઈ તેના કાકાની દુકાને ગયા હોવાનું જાણવા મળતા નારણભાઈ ત્યાં ગયા ત્યારે કિશોરભાઈ દુકાને હાજર હતા અને તેઓની પાસેથી અસલમ જુમા સોઢા નામનો શખ્સ મફતમાં માવો (મસાલો) લઈ ગયો હતો.
આ શખ્સને માવાના પૈસા આપવા કિશોરભાઈ તથા નારણભાઈએ સમજાવ્યા પછી બોલાચાલી કરી અસલમ ચાલ્યો ગયો હતો અને તે પછી એકાદ કલાક વિત્યે નારણભાઈના ઘરે જ્યારે કિશોરભાઈ આવ્યા ત્યારે ત્યાં ધસી આવેલા અસલમ જુમા, હારૂન ઉર્ફે ભોલા, સાહિલ હાલા અને સુજલ કોળી નામના ચાર શખ્સે ધમાલ મચાવી હતી. સાહિલે લાકડી બતાવી હતી અને સુજલ પાસે તલવાર હતી. આ શખ્સોએ નારણભાઈ તથા કિશોરભાઈને ગાળો ભાંડ્યા પછી નારણભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. ત્યાં પડેલુ ફૂલનું કુંડુ નારણભાઈ પર ફેંકવામાં આવતા તેઓને ઈજા થઈ હતી. ચારેય શખ્સે કિશોરભાઈને ઢીકાપાટુથી માર માર્યાે હતો. સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નારણભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલા જૂના હુડકોના બ્લોક નં.જે/૩માં વસવાટ કરતા દિવ્યાબેન રાહુલભાઈ રાઠોડ નામના પરિણીતા મંગળવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે ધોકા સાથે ધસી આવેલા ધ્રુવરાજસિંહ ગોહિલ, યુવરાજસિંહ જાડેજા, યુવરાજસિંહના પુત્ર તથા ફરદીન નામના ચાર શખ્સે ગાળાગાળી કરી હતી.
એકાદ મહિના પહેલાં દિવ્યાબેનના પુત્ર મોહિતને ઉપરોક્ત વ્યક્તિઓ સાથે માથાકૂટ થઈ હતી. તેનો ખાર રાખી મંગળવારની રાત્રે આવી ચઢેલા આ શખ્સોએ ત્યાં પડેલા દિવ્યાબેનના જીજે-૧૦-ઈએફ ૨૧૨૯ નંબરના એક્સેસ સ્કૂટરમાં ધોકા ફટકારી તેમાં નુકસાન કર્યું હતું. સિટી સી ડિવિઝનમાં દિવ્યાબેને ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial