Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઊડાન પછી રહસ્યમય રીતે વિમાન ગુમ થઈ ગયું હતું:
કુકુટા તા. ર૯: કોલંબિયામાં લેન્ડિંગની ૧૧ મિનિટ પહેલા વિમાન ક્રેશ થઈ જતા ત્યાંના સ્થાનિક સાંસદ સહિત ૧પ લોકોના કરૂણ મૃત્યુ થયા છે.
કોલંબિયામાં બુધવારે સર્જાયેલી એક ભયાનક વિમાન દુર્ઘટનામાં સાંસદ સહિત તમામ ૧૫ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. કોલંબિયામાં કુકુટાથી ઓકાણા જઈ રહેલું 'બીચક્રાફ્ટ ૧૯૦૦' નામનું કોમર્શિયલ વિમાન બુધવારે સવારે ૧૧-૪ર વાગ્યે ઊડાન ભર્યા પછી રહસ્યમય રીતે ગુમ થઈ ગયું હતું. ઊડાનના થોડા સમય પછી લેન્ડિંગની માત્ર ૧૧ મિનિટ પહેલા જ રડાર સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો.
રાજ્ય એરલાઈન એસએટીઈએનએ અનુસાર વિમાનનો છેલ્લો સંપર્ક 'કેટટુમ્બો' ક્ષેત્ર ઉપર નોંધાયો હતો. ત્યારપછી વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
સઘન શોધખોળ પછી બચાવ ટીમોને વિમાનનો કાટમાળ કેટટુમ્બોના અત્યંત દુર્ગમ અને પહાડી વિસ્તારમાંથી મળી આવ્યો હતો.
સ્થાનિક મીડિયા અને એરલાઈન સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ ૧૩ મુસાફરો અને ર ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૧પ લોકોના મૃત્યુ થયા છે.
આ વિસ્તાર ઉબડ-ખાબડ પહાડો અને ખરાબ હવામાન માટે જાણીતો હોવાથી બચાવ કામગીરીમાં ટીમોને ભારે પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આ દુર્ઘટનામાં કોલંબિયાની સંસદ (ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ) ના સભ્ય ડિયોજેનેસ કિંતેરો અને આગામી ચૂંટણીના ઉમેદાર કાર્લોસ સાલ્સેડોનું પણ નિધન થયું છે. સાંસદ વિલમર કેરિલોએ આ અંગે ઘેરો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમના સાથી કિંતેરો અને તેમની ટીમ આ વિમાનમાં મુસાફરી કરી રહી હતી.
તપાસકર્તાઓ હવે મલબાની તપાસ કરી રહ્યા છે જેથી અકસ્માત પાછળ ટેકનિકલ ખામી હતી કે ખરાબ હવામાન તે જાણી શકાય. કોલંબિયાની સિવિલ એવિએશન એજન્સીએ અકસ્માતના કારણોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય ટીમની રચના કરી છે.
સરકારે મૃતકોના પરિજનોની સહાયતા માટે વિશેષ હેલ્પલાઈન નંબર પણ જારી કર્યો છે. હાલમાં એરોસ્પેસ ફોર્સ અને નાગરિક ઊડ્ડયન સત્તાવાળાઓ ઘટના સ્થળે પુરાવા એકત્રિત કરી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial