Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લીડ બેંક ઉકેલ લાવશે ?
સલાયા તા. ૭: સલાયામાં છૂટા પૈસા પાંચ, દસ અને ર૦ રૂપિયાની નોટોની ભારે અછત પ્રવર્તે છે. બેંકો પાસે પણ નાનું ચલણ નથી, તેથી લાચાર છે, આ કારણે વેપારીઓ અને ગ્રાહકો બન્ને ભારે પરેશાન હોય, લીડ બેંક દ્વારા ઉકેલ લાવવા માંગણી કરી છે.
સલાયામાં હમણાં છેલ્લા ઘણા સમયથી રૂપિયા પાંચ, દસ અને વીસની નોટ તેમજ સિક્કાઓની ભારે અછત જોવા મળી રહી છે. બેંકો પાસે પણ નાનું ચલણ નથી એવું કહેવામાં આવે છે. હાલ લોકોને કોઈપણ વસ્તુ ખરીદવા માટે છૂટા પૈસા આપવામાં ભારે તકલીફ પડી રહી છે. દુકાનોમાં વેપારી પાસે પણ આ નાના ચલણની નોટો અને સિક્કાઓની ભારે અછત છે. જેથી ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે પણ સંઘર્ષો ઉદ્ભવે છે. વેપારી દ્વારા કરંટ ખાતા જે બેંકોમાં છે એમને બેંક પાસે માંગણીઓ કરી છતાં બેંક દ્વારા સિક્કા અથવા મોટો આપવામાં આવતા નથી. જેથી સમ્ર સલાયા વિસ્તારમાં ભારે મુશ્કેલી પડી રહી છે. અત્યારે સલાયામાં મુસ્લિમભાઈઓમાં લગ્નની સિઝન છે. અત્યારે ફિશીંગ બંધ હોવાથી મુસ્લિમ સમાજના લોકો પોતાના પરિવારના સારા પ્રસંગો એટલે જે લગ્ન કરે છે. જેથી આવા પ્રસંગ વારા ઘરોમાં પણ ૧૦ અને ર૦ રૂપિયાની નોટોની જરૂરત ઊભી થાય છે. વળી નાના વેપારીઓ જેવા કે આઈસ્ક્રીમ, ઠંડા પીણા તેમજ અનાજ અને રાશનના દુકાનદારો તેમજ ગેસ એજન્સીઓ વગેરે ધંધામાં છૂટા પૈસાની અછત હોય, જેથી તકલીફ પડી રહી છે. હવે વેપારીઓ લીડ બેંક અને રિજિયોનલ ઓફિસ સામે આશા માંડીને બેઠા છે કે હવે એ કંઈ રસ્તો કરી આમપ્રજાના પ્રશ્નનું નિરાકરણ લાવે. ૧૦ અને ર૦ વાળા સિક્કા પણ જો બેંક દ્વારા વિતરણ કરાઈ તો સલાયામાં છૂટા પૈસાનો પ્રશ્ન હલ થઈ શકે એમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial