Advertisement
Author: નોબત સમાચાર

ડાયાબિટીસની દવા લઈને પરત આવેલા વૃદ્ધને છાતીમાં થયો દુખાવોઃ મોત નિપજ્યું

ચારેક વર્ષથી ડાયાબિટીસથી પીડાતા હતાઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૭: જામનગરના સાંઢીયા પુલ નજીક વસવાટ કરતા એક વૃદ્ધ રવિવારે ડાયાબિટીસની દવા લઈને ઘેર આવ્યા પછી છાતીમાં દુખાવો ઉપડતા જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના ગોકુલ નગરથી આગળ સાંઢીયા પુલ નજીક મહાલક્ષ્મી બંગ્લોઝમાં વસવાટ કરતા મોહનભાઈ કારાભાઈ પરમાર (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ છેલ્લા ચારેક વર્ષથી ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા. તેઓને સારવાર અપાવવામાં આવતી હતી.

તે દરમિયાન રવિવારે સવારે દવા લઈને પરત આવેલા મોહનભાઈને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે આ વૃદ્ધને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા છે. તેમના પુત્ર રશ્મિનભાઈ પરમારે પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh