Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના યુવાનનું ચાર શખ્સે અપહરણ કરી ૭૪ હજારની ચલાવી લૂંટ પોલીસે સગડ દબાવ્યા

ઓનલાઈન ચેટીંગ એપ મારફતે પરિચય થયા પછી ઘડી કઢાયું કાવતરૃઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના એક યુવાનનો ઓનલાઈન ચેટીંગ એપ મારફતે સંપર્ક કરી ચાર શખ્સે પૈસા પડાવવાનો કારસો ઘડી કાઢ્યા પછી ગયા ગુરૂવારે સાંજે આ યુવાનને દડીયા નજીક બોલાવી મોટરમાં બેસાડી બે ભાઈના ડુંગર પાસે લઈ જઈ મારકૂટ કર્યા પછી અપહરણ કર્યું હતું અને મોબાઈલ તથા રૂ।.પ૮ હજાર રોકડા મળી રૂ।.૭૪ હજારની લૂંટ ચલાવી હતી. આ યુવાનના એટીએમ કાર્ડ મારફત બેંકમાંથી રૂ।.પ૮ હજાર રોકડા ઉપાડી લેવાયા હતા. પોલીસે આરોપીઓના સગડ દબાવ્યા છે.

જામનગર નજીકના દરેડ પાસે સરદારનગરમાં વસવાટ કરતા ભીખાલાલ ભોજાભાઈ કરોતરા ઉર્ફે રણમલભાઈ (ઉ.વ.૩૭) નામના રબારી યુવાનને ગયા ગુરૂવારે સાંજે તેઓ જ્યારે દડીયા પાસે ચાલીને એક હોટલ નજીક હતા ત્યારે જીજે-૧૦-ઈએચ ૧૬૦૫ નંબરની સ્વીફટમાં રવિરાજ નામનો શખ્સ આવ્યો હતો. તેણે ભીખાલાલને આવવા માટે કહ્યંુ હતું.

ત્યારપછી ભીખાલાલને બે ભાઈના ડુંગર પાસે લઈ જઈ રવિરાજે પોતાના અન્ય ત્રણ સાગરિતને બોલાવી લીધા હતા. જ્યાં તેઓએ ભીખાલાલને મારકૂટ કર્યા પછી સ્વીફટ મોટરમાં છરી તથા ધોકો બતાવી અપહરણ કરી લીધુ હતું. તે પછી ચારેય શખ્સે રૂ।.૧ લાખની માગણી કરી હતી પરંતુ ભીખાલાલે પૈસા આપવાની ના પાડતા તેઓને ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી આપવા ઉપરાંત રૂ।.૧૫ હજારનો મોબાઈલ તથા રોકડ, એટીએમ કાર્ડ સાથેનું પાકીટ ઝૂંટવી લેવાયું હતું.

ત્યારપછી ભીખાલાલના બેંક ખાતામાંથી એટીએમ મારફત રૂ।.પ૮ હજાર ઉપાડી લેવાયા હતા. થોડા દિવસ પહેલાં ઓનલાઈન ચેકીંગ એપ મારફત રવિરાજનો સંપર્ક થયો હતો. તે પછી રવિરાજ અને તેના ત્રણ મિત્રોએ પૈસા પડાવવા માટે કાવતરૂ ઘડી ગયા ગુરૂવારે ભીખાલાલને દડીયા પાસે બોલાવ્યા હતા. આ બાબતની પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh