Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર અને કોલેજનું ગૌરવઃ ઉત્સાહનો માહોલ
જામનગર તા. ૨૬: જામનગર શહેર ની શૈક્ષણિક સંસ્થા ડીકેવી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ માટે ગૌરવપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. કોલેજના પાંચ તેજસ્વી વિદ્યાર્થીઓની નવતર વ્યવસાયિક વિચારધારા ને પ્રોત્સાહન આપવા માટે પ્રત્યેકને રૂ.૪૦,૦૦૦ ની એન્ટરપ્રેન્યોરશિપ ગ્રાન્ટ એનાયત કરવામાં આવી છે.
આજના યુગમાં જ્યારે 'સ્ટાર્ટઅપ' અને 'આત્મનિર્ભરતા' પર વિશેષ ભાર મૂકવામાં આવી રહૃાો છે, ત્યારે જામનગર ની ડીકેવી. કોલેજના આ વિદ્યાર્થીઓએ પોતપોતાના ઈનોવેટિવ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. આ પ્રોજેક્ટ્સ ની ગહન ચકાસણી બાદ, તેમની પસંદગી પ્રતિષ્ઠિત ગ્રાન્ટ માટે કરવામાં આવી છે. આ આર્થિક સહાયનો ઉપયોગ વિદ્યાર્થીઓ તેમના વ્યવસાયિક વિચારોને વાસ્તવિકતામાં બદલવા અને નવા સાહસ શરૂ કરવા માટે કરશે.
આ મહત્વની સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓમાં કુ. રિષિતા કલ્પેશભાઈ ઈસ્લાણીયા, કરણ ગોપાલભાઈ બેરા, કપિલ પરબતભાઈ ડુવા, રાહુલ ધરમશીભાઈ કણજારીયા, કુ. હિતજ્ઞા લાખાભાઈ ડાંગરના સમાવેશ થાય છે.
આ સિદ્ધિ બદલ કોલેજના આચાર્ય ડો. પી. વી. બાણગોરીયા એ તમામ વિદ્યાર્થીઓ ને રૂબરૂ મળીને અભિનંદન પાઠવ્યા હતા. અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા. આચાર્ય એ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં રહેલી ઉદ્યોગ સાહસિકતાને ખીલવવા માટે કોલેજ હંમેશાં તત્પર છે. આચાર્ય એ જણાવ્યું હતું કે, *આ સિદ્ધિ માત્ર આ પાંચ વિદ્યાર્થીઓની જ નથી, પરંતુ સમગ્ર કોલેજ માટે પ્રેરણારૂપ છે. અમે હંમેશાં એવું વાતાવરણ પૂરું પાડવા માંગીએ છીએ જ્યાં વિદ્યાર્થીઓ માત્ર નોકરી શોધનારા નહીં, પણ નોકરી આપનારા બને.
આ સમગ્ર પ્રક્રિયામાં એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ સેલના કો-ઓર્ડિનેટર ડો. અનિલ કે. મહિડા તેમજ કમિટી મેમ્બર્સ ડો. ધર્મેન્દ્ર નકુમ અને પ્રો. ચિરાગ રાજાઈનું વિશેષ માર્ગદર્શન મળ્યું હતું. આ ટીમના પ્રયત્નો દ્વારા વિદ્યાર્થીઓ ને પ્રોજેક્ટ રિપોર્ટ અને ગ્રાન્ટની પ્રક્રિયામાં સતત સહયોગ પ્રાપ્ત થયો હતો.
આર્થિક સહાય પ્રાપ્ત થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે. અને તેઓ પોતાના સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સને આગળ વધારવા માટે સજ્જ થયા છે. કોલેજ પરિવાર અને જામનગરના શિક્ષણ જગતે આ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial