Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્તમાનમાં યુદ્ધ જેવી સ્થિતિના કારણે
જામનગર તા. ૧૦ઃ હાલમાં દેશ, રાજ્યમાં સર્જાયેલ આકસ્મિક પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં રાખીને આરોગ્યલક્ષી સેવાઓ નિરંતર કાર્યરત રહે તે આવશ્યક છે. આથી રાજ્યના સરહદી જિલ્લામાં તબીબી અધિકારી વર્ગ-ર ના અધિકારીની તાકીદની અસરથી નિમણૂક આપવામાં આવી છે. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પણ માવેશ થાય છે.
જામનગર જિલ્લામાં થયેલ નિમણૂકમાં ગાંધીનગરથી ડો. કલ્પેશ જરાપરાને કાલાવડ, ડો. કુનાલ કટરાવનને જોડિયા, ડો. હસમુખ પરિખને ધ્રોળ, ડો. રીશી કડીકરને લાલપુર, ડો. હેમત નાથીને લાલપુર, ડો. પરેશ ્ગજજરને લાલપુર, ડો. પ્રિતેશ ગાંધીને સિક્કા, સાબરકાંઠાથી ડો. સ્નેહલ પાંડવને સામૂહિક આરોગ્ય કેન્દ્ર (જામનગર), નવસારીથી ડો. આર.આર. નિરાલાને જી.જી. હોસ્પિટલ, વલસાડથી ડો. રમેક ચૌધરીને, ડો. મનોજકુમાર, ડો. અશ્વિન પટેલ અને ડો. વી.કે. ફળદુને જી.જી. હોસ્પિટલ માંડવી (સુરત) થી ડો. દિપક વસવાને જી.જી. હોસ્પિટલ, જ્યારે બારડોલીથી ડો. ભાવેશ પટેલ, તાપીથી ડો. ભરત ગામીત અને ડો. દિલીપ ગામીતને એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે નવસારીથી ડો. દિવ્યેશ પટેલને અને ડો. હસમુખ પટેલને જામજોધપુરમાં સરકારી હોસ્પિટલની જવાબદારી સોંપવામાં આવી છે.
નર્મદા જિલ્લામાંથી ડો. આર.કે. રંજન, ડો. સંજય શ્યામા, ગોધરાથી ડો. મો. આશીફ ખાન, અને ડો. પી.જી. રાઠોડને જામનગર જિલ્લા પંચાયતમાં મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અમુક ડોક્ટરને મૂકવામાં આવ્યા છે, જેમાં મહેસાણાથી ડો. અક્ષય કુમાર પ્રજાપતિને કલ્યાણપુર, ડો. રમેશભાઈ શાહને જામરાવલ, સુરતથી ડો. ભરત પટેલને, ડો. રાજેન્દ્રસિંહ સોલંકી, ડો. વિનોદ વાલેકર, ડો. સુમિત જાગાણી, વ્યારા (તાપી) થી ડો. રોહિત કલસરિયાને ખંભાળિયામાં મૂકવામાં આવ્યા છે.
તાપીથી ડો. નિતેષ ગામી, નવસારીથી ડો. ઓમ પ્રકાશ પ્રસાદને દ્વારકામાં મૂકવામાં આવ્યા છે. ભરૃચથી ડો. વી.બી. ઉપાધ્યાય, ડો. સુરેશ નંદન યાદવ, રાજ પીપળાથી ડો. આર.બી. ભગત, નર્મદાથી ડો. મનોજ કુમાર મીશ્રા, અને ડો. શૈલેષ ભીલને જિલ્લા પંચાયતમાં મૂકવામા આવ્યા છે. આમ રાજ્યમાં કુલ ૧પ૪ ડોક્ટરોને તાત્કાલિક અસરથી બદલાવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial