Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી
જામનગર તા. ૧૦ઃ પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રી વજ્રસેન વિજયજી મહારાજની દિવ્યકૃપાથી સાથે પરમપૂજ્ય આચાર્યશ્રી હેમપ્રભસૂરીજી મહારાજના માર્ગદર્શન સાથે ૧૮-૫-૨૫ સુધી જી.જી. હોસ્પિટલની બાજુમાં ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી તેમના આંગણે કાળઝાળ ગરમીમાં નિઃશુલ્ક છાસ કેન્દ્ર સવારે ૧૦.૩૦ થી ૧૨ વાગ્યા સુધી ચાલુ છે.
આ કાર્ય જી. જી. હોસ્પિટલ નજીક હોય, તેમજ ગંગામાતામાં ભોજન લેવા આવતા જરૃરિયાતમંદોને લાભ મળે છે.
આ કાર્યને વેગ આપવા સમયે સાધ્વીજી ભગવંતો, જામનગર શહેરના ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, તેમજ જ્ઞાતિ પ્રમુખ ભરતભાઈ વસા અને અનેક મહાનુભાવો હાજર રહ્યા હતાં. આ કાર્યમાં ગુરૃદેવના પરમ ભકત અનિલભાઈ મહેતા, વજ્ર-હેમ જીવદયા પરિવાર, લોક કલ્યાણ કેન્દ્રના કાર્યકરો સેવા આપે છે. આ સમયે આદિજિન સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પ્રેમચંદભાઈ, રમણીકભાઈ, જયંતીભાઈ રૃપેશ વગેરેએ અનુમોદના પાઠવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial