Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૨૧-૦૧-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે...
વૈશ્વિક મોરચે ટ્રમ્પની દેશો કબજે કરવાની નહિંતર આકરાં ટેરિફ લાગુ કરવાની દાદાગીરીથી હવે યુરોપના દેશો પણ વિરોધમાં આવી જતાં જીઓપોલિટીકલ ટેન્શન વધવાની આશંકાએ આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ઇન્ડેક્સ બેઝ્ડ ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ગ્રીનલેન્ડને કબજે કરવા મામલે યુરોપના દેશોએ સપોર્ટ નહીં આપતાં અને બીજી તરફ કોર્પોરેટ પરિણામો નબળા નીવડતાં તેમજ વૈશ્વિક બજારોમાં નબળા સેન્ટિમેન્ટ, ખાસ કરીને અમેરિકન અને એશિયન બજારોમાં અનિશ્ચિતતાઓએ ભારતીય શેરબજાર પર નકારાત્મક અસર કરી. ઉપરાંત, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા સતત વેચવાલી થવાથી બજારમાં દબાણ વધ્યું હતું.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૩૦%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૨.૦૮% અને નેસ્ડેક ૨.૪૧% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૩% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૨૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૩૬ અને વધનારની સંખ્યા ૧૧૧૬ રહી હતી, ૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર ફાઈનાન્શીયલ સર્વિસ, ઇન્ડસ્ટ્રીયલ્સ, પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ, આઈટી, ટેલિકોમ્યુનિકેશન, યુટીલીટી, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર અને ફોકસ્ડ આઈટી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ।.૧,૫૧,૫૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૧,૫૪,૭૧૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૧,૫૧,૫૭૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૭૭૭ પોઈન્ટના ઉછાળા સાથે રૂ।.૧,૫૪,૩૭૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ।.૩,૨૨,૫૬૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૩,૨૬,૪૮૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૩,૨૦,૦૦૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૯૨૮ પોઈન્ટના ઉછાળા સાથે રૂ।.૩,૨૪,૬૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
ઓરબિંદો ફાર્મા (૧૧૪૬) : ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ।.૧૧૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ।.૧૧૨૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ।.૧૧૫૭ થી રૂ।.૧૧૬૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ।.૧૧૭૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!
સ્ટેટ બેન્ક (૧૦૩૨) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ।.૧૦૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ।.૧૦૧૬ ના સપોર્ટથી આ સ્ટોક ૧૦૪૭ થી રૂ।.૧૦૫૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
ઇન્ડસઇન્ડ બેન્ક (૯૦૩) : રૂ।.૮૮૭ નો પ્રથમ તેમજ રૂ।.૮૮૦ બીજા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ।.૯૧૫ થી રૂ।.૯૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
અદાણી એનર્જી (૮૮૪) : પાવર ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ।.૮૯૮ થી રૂ।.૯૦૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ।.૮૭૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, અમેરિકા દ્વારા યુરોપના દેશો પર ટેરિફ લગાવવાના પગલાંથી વૈશ્વિક ટ્રેડ વોરની શક્યતા વધતા ભારતીય શેરબજારમાં ટૂંકાગાળે અસ્થિરતા વધવાની સંભાવના છે. ખાસ કરીને યુરોપ પર આધારિત ભારતીય કંપનીઓ, જેમ કે ઓટો પાર્ટ્સ, એન્જિનિયરિંગ ગુડ્સ, મેટલ્સ અને કેમિકલ સેક્ટરમાં દબાણ જોવા મળી શકે છે. યુકે અને જર્મનીને મોટો ફટકો પડવાની શક્યતા હોવાથી ત્યાંથી આવતી ડિમાન્ડમાં ઘટાડો થાય તો ભારતીય એક્સપોર્ટરોની આવક પર અસર પડી શકે છે. આ કારણે નિફ્ટી અને સેન્સેક્સમાં ઊંચા લેવલ પર પ્રોફિટ બુકિંગ અને કરેકશન જોવા મળી શકે છે, ખાસ કરીને મિડકૅપ અને સ્મૉલકૅપ સ્ટૉક્સમાં વોલેટિલિટી વધારે રહેવાની શક્યતા છે.
બીજી તરફ, લાંબા ગાળે જો યુરોપ-અમેરિકા વચ્ચેનો વેપાર વિવાદ વધે છે તો ભારતીય બજાર માટે કેટલીક તક પણ ઊભી થઈ શકે છે. અમેરિકા અને યુરોપ વચ્ચે સપ્લાય ચેઇન ખોરવાય ત્યારે વૈકલ્પિક સપ્લાયર તરીકે ભારતને ફાયદો થઈ શકે છે, ખાસ કરીને ફાર્મા, આઈટી સર્વિસિસ, ડિફેન્સ, રિન્યુએબલ એનર્જી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં. ઉપરાંત, વૈશ્વિક અનિશ્ચિતતા વધે ત્યારે વિદેશી રોકાણકારો સુરક્ષિત અને ગ્રોથ ઓરિએન્ટેડ માર્કેટ તરીકે ભારત તરફ વળે તેવી શક્યતા રહે છે. તેથી ટૂંકા ગાળે બજારમાં દબાણ રહે છતાં, મજબૂત ફંડામેન્ટલ ધરાવતી ભારતીય કંપનીઓમાં લાંબા ગાળે રોકાણકારો માટે તકો ઊભી થવાની સંભાવના નકારી શકાય નહીં.