Advertisement
Author: નોબત સમાચાર

હત્યાના ગુન્હામાં જેલહવાલે રહેલા આરોપી દ્વારા કરાયેલી જામીન અરજી નામંજૂર રખાઈ

ગયા માર્ચ મહિનામાં યુવાનની થઈ હતી હત્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરના દિગ્જામ સર્કલ નજીક ઓવરબ્રિજ નીચેથી ગયા માર્ચ મહિનામાં એક યુવાનનો ઈજા પામેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાનની હત્યાની ફરિયાદ પોલીસમાં થતાં પોલીસે મહિલા સહિત કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસના એક આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે નામંજૂર રાખી છે.

જામનગરના દિગ્જામ સર્કલ વિસ્તારથી આગળ વસવાટ કરતા કાનાભાઈ ધનજીભાઈ પરમાર નામના યુવાનને ગઈ તા.ર૯-૩-રપની રાત્રે કોઈએ ફોન કરીને મહાકાળી સર્કલ પાસે આવવા કહ્યા પછી ત્યાં કાનાભાઈ તથા મહેશ પરમાર ગયા હતા. જ્યાં હાજર હિતેન દેપાળ મકવાણા, પ્રકાશ પરમાર નામના શખ્સોએ ઝઘડો કર્યાે હતો.

ત્યારપછી કાનાભાઈ ત્યાંથી દોડીને રાવળવાસ બાજુ જતા બાઈકમાં દિલીપ પરમાર, મનીયો દેવશીભાઈ, આશિષ રાજુ વારસાકીયા આવ્યા હતા અને પાંચેય શખ્સે કાનાભાઈને બાઈકમાં બેસાડી હીનાબેનના ઘર તરફ લઈ ગયા હતા. ત્યારપછી બીજા દિવસે કાનાભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો.

હત્યાના આ બનાવની પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી હતી. જેમાંથી આશિષ રાજુ વારસાકીયાએ પોતાના પત્નીની બીમારીની સારવાર અને નાણાકીય વ્યવસ્થા માટે વચગાળાના જામીન પર મુક્ત થવા અરજી કરી હતી. અદાલતે સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલો ધ્યાને લઈ આ અરજી નામંજૂર રાખી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh