Advertisement
Author: નોબત સમાચાર

ઈરાન પર હુમલાના મુદ્દે મિત્ર દેશોની નારાજગી વચ્ચે ટ્રમ્પની સિક્રેટ ડીલ

ઈઝરાયલ-ઈરાન-અમેરિકા યુદ્ધનો આજે ૭મો દિવસઃ ઈરાનના ૩૦૦૦થી વધુ ઘર તથા સૈૈંકડો દુકાન તબાહ

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન, તેલઅવીવ તા. ૬: આજે ઈરાન યુદ્ધનો ૭મો દિવસ છે, ત્યારે ઈરાનમાં ભારે તબાહી મચી છે, તો બીજી તરફ ખાડીના મિત્ર દેશોની નારાજગી વચ્ચે ટ્રમ્પે કુર્દ સૈનિકો સાથે ગુપ્ત સમજૂતિ કરીને ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી કરી લીધી હોવાના સંકેતો મળી રહ્યા છે.

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે સાતમો દિવસ છે. ઇરાનની રેડ ક્રેસન્ટ સોસાયટીએ જણાવ્યું છે કે અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં દેશભરમાં ૩,૦૦૦થી વધુ ઘરો અને લગભગ ૫૦૦ દુકાનોને નુકસાન થયું છે. આ હુમલાઓની સૌથી વધુ અસર રાજધાની તેહરાનમાં થઈ છે. સંસ્થાના જણાવ્યા અનુસાર ૧૪ હોસ્પિટલો અને મેડિસિન સેન્ટરો પણ હુમલામાં ક્ષતિગ્રસ્ત થયા છે.

સંસ્થાએ એમ પણ જણાવ્યું કે તેના ૫ રાહતકર્મીઓ આ હુમલામાં ઘાયલ થયા છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈરાનના ૧૨૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે લગભગ ૩૦૦ ઈરાની મિસાઈલ લોન્ચર્સ પણ નષ્ટ થઈ ગયા છે. યુદ્ધના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં વીજળી અને પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો છે.

બીજી તરફ ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ હવે ખાડી દેશોમાં ભારે રોષ જોવા મળી રહૃાો છે. સમાચાર એજન્સી એપીના અહેવાલ અનુસાર, સાઉદી અરેબિયા, કુવૈત અને બેહરીન જેવા અમેરિકાના સાથી દેશો ટ્રમ્પ પ્રશાસનથી અત્યંત નિરાશ છે. તેમનો આરોપ છે કે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કરતા પહેલા તેમને અંધારામાં રાખ્યા હતા, જેના પરિણામે ઈરાનના વળતા હુમલાનો સામનો કરવા માટે તેમને પૂરતો સમય મળ્યો નથી. ખાડી દેશોના અધિકારીઓનું કહેવું છે કે આ જંગના કારણે સમગ્ર વિસ્તારમાં અસ્થિરતા સર્જાઈ છે.

અમેરિકાનું ધ્યાન માત્ર પોતાના સૈનિકો અને ઈઝરાયલને બચાવવા પર જ કેન્દ્રિત રહૃાું છે. આ દેશોની ફરિયાદ છે કે ઈરાન તરફથી સતત થઈ રહેલા મિસાઇલ અને ડ્રોન હુમલા સામે તેમનું રક્ષણ કરવા માટે અમેરિકાએ પૂરતા પગલાં લીધા નથી.

હાલમાં આ દેશો પાસે મિસાઈલ ડિફેન્સ ઇન્ટરસેપ્ટરનો સ્ટોક પણ ઝડપથી ઘટી રહૃાો છે. સાઉદી અરબના પૂર્વ ઇન્ટેલિજન્સ ચીફ પ્રિન્સ તુર્કી અલ-ફૈસલે તો ત્યાં સુધી કહૃાું કે, આ સંપૂર્ણપણે નેતન્યાહૂનું યુદ્ધ છે, જેમાં તેમણે ટ્રમ્પને બિનજરૂરી રીતે ખેંચ્યા છે.

શનિવારથી શરૂ થયેલા આ સંઘર્ષમાં ઈરાને અત્યાર સુધીમાં ખાડીના ૫ દેશો પર અંદાજે ૩૮૦ મિસાઇલ અને ૧,૪૮૦થી વધુ ડ્રોન છોડ્યા છે.

પેન્ટાગોનના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે ઈરાનના ડ્રોન હુમલા રોકવા મુશ્કેલ બની રહૃાા છે, જેના કારણે આ વિસ્તારમાં આવેલા અમેરિકન સૈન્ય બેઝ, ઓઇલ ફેસિલિટીઝ અને પ્રવાસન સ્થળો સતત જોખમમાં છે.

બીજી તરફ, વ્હાઇટ હાઉસના પ્રવક્તા એના કેલીએ દાવો કર્યો છે કે અમેરિકાએ ઈરાનના ૯૦% હુમલા નિષ્ફળ બનાવ્યા છે. તેમણે કહૃાું કે 'ઓપરેશન એપિક ફ્યુરી' દ્વારા ઈરાનની હુમલો કરવાની ક્ષમતા ખતમ કરવામાં આવી રહી છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે જો આ યુદ્ધ લાંબું ચાલશે તો વૈશ્વિક ઓઇલ માર્કેટ પર તેની માઠી અસર પડશે. ખાડી દેશોને ડર છે કે આ યુદ્ધના કારણે થનારું આર્થિક નુકસાન અને અસ્થિરતાનો સૌથી મોટો ભોગ તેમને જ બનવું પડશે.

ઈરાની સરહદ નજીક અમેરિકાના સશસ્ત્ર વાહનો જોવા મળ્યા છે. ઈરાનના વિદેશ પ્રધાને ચેતવણી આપી છે કે અમેરિકાનો ભૂમિ હુમલો ઈરાન માટે મોટી સમસ્યા સાબિત થશે. ડોનાલ્ડ ટ્રમ્પ ગુપ્તચર અધિકારીઓ સાથે ઈરાન કાર્યવાહીની સમીક્ષા કરવાના છે, અને આ પછી એક મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. આ દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિએ કુર્દિશ નેતાઓ સાથે ગુપ્ત કરાર કર્યો છે. હજારો કુર્દિશ લડવૈયાઓ ઈરાનમાં પ્રવેશવાની તૈયારી કરી રહૃાા છે.

ઈરાને જે રીતે યુદ્ધનો વ્યાપ વધાર્યો છે અને પડોશી દેશોમાં અમેરિકાના મિશનોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે તેનાથી ટ્રમ્પ ગુસ્સે છે. તેમણે પહેલેથી જ કહૃાું છે કે તે તેહરાનમાં સૈનિકો તૈનાત કરવાથી પાછળ નહીં હટે.

ઉલ્લ્ેખનિય છે કે, કુર્દ લોકો વિશ્વના સૌથી મોટા રાજ્યવિહીન વંશીય જૂથોમાંના એક છે. તેમની વસ્તી ૩૦ મિલિયનથી વધુ હોઈ શકે છે. તેઓ તુર્કી, ઇરાક, ઈરાન અને સીરિયામાં લઘુમતી તરીકે રહે છે, અને આ પ્રદેશને તેઓ પોતાનું વતન કુર્દીસ્તાન કહે છે. નવ મિલિયન કુર્દ ઈરાનમાં રહે છે. ઈરાનને નબળો પાડવા માટે, ટ્રમ્પને આ કુર્દોના સમર્થનની પણ જરૂર પડશે. તેઓ જ્યાં પણ હોય, કુર્દ પોતાની ભાષા બોલે છે. ઘણી બોલીઓ છે. મોટાભાગના કુર્દ સુન્ની મુસ્લિમ છે. જોકે, કુર્દનો ક્યારેય પોતાનો દેશ રહૃાો નથી. તેઓ ઉત્તરી ઇરાકમાં અર્ધ-સ્વાયત્ત પ્રદેશ પર શાસન કરે છે. હકીકતમાં, વર્ષોથી, તેઓએ મોટાભાગના ઉત્તરપૂર્વીય સીરિયા પર શાસન કર્યું છે.

પૂર્વ સીઆઈએ એજન્ટ જોન કિરિયાકોઉએ ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે કુર્દિશ લડવૈયાઓ ઈરાનમાં ઘૂસી જશે તેવી ૧૦૦% શક્યતા છે. કુર્દોએ લાંબા સમયથી યુનાઇટેડ સ્ટેટ્સ સાથે નજીકથી કામ કર્યું છે. તેઓ બહાદુર લડવૈયાઓ અને અમેરિકા તરફી છે. અમેરિકાએ ઇરાકમાં સદ્દામ હુસૈન અને સીરિયામાં બશર અલ-અસદ સામે તેમની સાથે લડ્યા હતા. આ આગળનું પગલું હોઈ શકે છે.

કુર્દિશ અધિકારીઓને ટાંકીને પશ્ચિમી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઉત્તરી ઇરાકમાં હજારો લડાઇ-પ્રશિક્ષિત કુર્દિશ લડવૈયાઓ યુએસના સમર્થનથી ઈરાનમાં સરહદ પાર કાર્યવાહીની તૈયારી કરી રહૃાા છે. ત્રણ અધિકારીઓએ જણાવ્યું છે કે યુએસ રાષ્ટ્રપતિ અને બે મુખ્ય ઇરાકી કુર્દિશ નેતાઓએ તાજેતરમાં ગંભીર ચર્ચા કરી હતી. ઇઝરાયલી અને યુએસ હુમલા વચ્ચે સશસ્ત્ર કુર્દોને ઈરાનમાં પ્રવેશવાની મંજૂરી આપીને યુએસની યોજના ઈરાનને વિભાજીત કરવાની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh