Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓનલાઈન ગેઈમ્સની આદત બની ગઈ જીવલેણ
ગાઝીયાબાદ તા. ૪: ગાઝીયાબાદમાં ૩ સગી બહેનોએ સામૂહિક આપઘાત કરી લેતા અરેરાટી ફેલાવા પામી છે. ત્રણેય સગીર વયની બહેનોએ છલાંગ લગાવી હતી. તેઓને ઓનલાઈન ગેમિંગની લગત હતી. જે જીવલેણ બની છે.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ત્રણ સગીર બહેનોએ નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય બહેનો ઓનલાઈન ગેમ્સ રમવાની આદત ધરાવતી હતી. પરિવારે તેમના રમવાનો વિરોધ કર્યા પછી તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહૃાું છે.
ત્રણેય બહેનો ૧૬, ૧૪ અને ૧૨ વર્ષની છે. આ ઘટના ગાઝિયાબાદના ટીલા મોડ સ્થિત ભારત સિટીમાં બની હતી. પોલીસે તપાસ શરૂ કરી છે. એવું જાણવા મળ્યું છે કે ત્રણેય બહેનો ઓનલાઈન ટાસ્ક-આધારિત કોરિયન લવર ગેમ રમતી હતી. છોકરીઓનું નામ નિશિકા (૧૬), પ્રાચી (૧૪) અને પાખી (૧૨) છે. આ ઘટના પછી તેમના પિતા ચેતન કુમાર હજુ પણ આઘાતમાં છે. એવું કહેવામાં આવી રહૃાું છે કે કોવિડ-૧૯ મહામારી દરમિયાન ત્રણેય બહેનો ઓનલાઈન કોરિયન ગેમ્સની લતમાં આવી ગઈ હતી. તેઓ ટાર્ગેટ ગેમ રમતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ નિયમિત શાળામાં જતા નહોતા. આ ઘટના મંગળવારે રાત્રે ૨ વાગ્યે બની હતી. આ ત્રણેય બહેનો ભારત સિટી ૦૧ ટાવરના ફલેટ ૯૦૭ માં રહેતી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ તેઓ ખાવાનું, શાળાએ જવાનું, સૂવાનું અને રોજિદા બધા કાર્યો સાથે મળીને કરતી હતી. આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
આ ત્રણેયના મોતથી અરેરાટી ફેલાવા પામી છે. જો કે, ઘટનાના કારણ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. સામૂહિક આત્મહત્યાના કારણ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial