Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ૩૧ ઈન્ફન્ટ્રી બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર અજીશ જોસેફની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૪: જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૭૭મા પ્રજાસત્તાક પર્વ ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જામનગરના ૩૧ ઇન્ફન્ટ્રી બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર અજીશ જોસેફ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહૃાા હતા. સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપાલ કર્નલ શ્રેયશ મહેતાએ તેમનું સ્વાગત કર્યું હતું.
શહીદોને સમર્પિત યુદ્ધ સ્મારક શૌર્ય સ્તંભ પર મુખ્ય મહેમાન દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરીને ઉજવણીની શરૂૂઆત થઈ હતી. ત્યારબાદ ભારતીય ત્રિરંગાને ફરકાવવામાં આવ્યો , ત્યારબાદ રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું અને કેડેટ્સ દ્વારા ભવ્ય માર્ચ-પાસ્ટ કરવામાં આવ્યું, જે શિસ્ત, ચોકસાઈ અને દેશભક્તિની ભાવનાને પ્રગટ કરે છે.
ધોરણ ૧૨ના કેડેટ અભયરાજે હિન્દીમાં અને ધોરણ ૯ના કેડેટ અંશ કુમારે અંગ્રેજીમાં પ્રજાસત્તાક દિવસના મહત્ત્વ અને ઈતિહાસના ક્રાંતિકારના બલિદાન વિશે તેમના વિચારો વ્યક્ત કર્યાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રેક્ષકોએ એરોબિક્સ અને કેડેટ્સ દ્વારા માનવ પિરામિડ સહિત પ્રભાવશાળી પ્રદર્શન નિહાળ્યા હતાં. *સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા* ગીતના બ્યુગલો દ્વારા દેશભક્તિનું આનંદભેર વાતાવરણ બનાવી દીધું. બાલનિકેતન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ એરોબિક્સ પ્રદર્શન સુંદર રીતે રજૂ કર્યું, શાળાના પી.ટી. શિક્ષક મનુજ ચંબિયાલને તેમના આકર્ષક વર્ટિકલ રોપ ક્લાઇમ્બિંગ અને ફર્સ્ટ-ક્લાસ બીમનું અત્યંત સુંદર રીતે પ્રદર્શન કર્યું આ પ્રસંગે ઇન્ટર હાઉસ ડ્રીલ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ માર્ચિંગ ટુકડીઓએ અસાધારણ બેરિંગ, ટર્નઆઉટ, માર્ચિંગ કૌશલ્ય, સલામી અને સંકલનનું પ્રદર્શન કર્યું હતું, અને આ સ્પર્ધામાં આંગ્રે હાઉસ વિજેતા બન્યું અને મુખ્ય મહેમાન હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિએ તેમના ભાષણમાં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી અને દેશભક્તિના મહત્ત્વ અને રાષ્ટ્ર પ્રત્યેના પોતાનાપણાની મજબૂત ભાવના પર પ્રકાશ પાડ્યો હતો. આ ઉજવણીનું સમાપન ધોરણ ૧૨ની પાસિંગ-આઉટ પરેડ સાથે થયું, જે દરમિયાન મુખ્ય મહેમાન દ્વારા સલામી લેવામાં આવી, જે શાળા માટે એક ગર્વ અને યાદગાર ક્ષણ બની હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial