Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાની ૬૬ ગ્રામ પંચાયતના નવીન ભવનનું ખાતમુહૂર્તઃ લાલપુર-જોડીયામાં રૂ।. ૧૦૭૦ લાખના વિકાસ કાર્યો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂ૫ેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદ જિલ્લાના ભાદરણથી સમગ્ર રાજ્યમાં કુલ-૨૬૬૬ નવીન ગ્રામ પંચાયત ભવનોના ઇ-ખાતમુહૂર્ત તથા ૧૧૪ ગામોમાં 'મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના'નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યકક્ષાના આ કાર્યક્રમ સાથે જામનગર જિલ્લા કક્ષાનું આયોજન હર્ષદપુરમાં ટુ-વે કનેક્ટિવિટીના માધ્યમથી યોજાયું હતું. જે અંતર્ગત જામનગર જિલ્લાની કુલ ૬૬ ગ્રામ પંચાયત ભવનોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ ઉપરાંત વર્ષ ૨૦૨૫-૨૬માં 'મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના' હેઠળ ૧૦,૦૦૦ થી વધુ વસ્તી ધરાવતી અને નગરપાલિકામાં ન ભળેલ હોય તેવી ગ્રામ પંચાયતોમાં શહેર જેવી સુવિધાઓ વિકસાવવાના ભાગરૂપે જામનગર જિલ્લાની લાલપુર અને જોડીયા ગ્રામ પંચાયતના કુલ રૂ. ૧૦૭૦ લાખના વિકાસલક્ષી કામો મંજૂરી અર્થે સરકારમાં મોકલવામાં આવ્યા છે.

હર્ષદપુર યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી વી.આર. માંકડીયા, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરી, પૂર્વ અધ્યક્ષ રમેશભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન પ્રવિણાબેન ચભાડીયા, જિલ્લા પંચાયત સભ્ય જગદીશભાઈ સાંગાણી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા અને મહામંત્રી દિલીપભાઈ ભોજાણી ઉપસ્થિત રહૃાા હતા.

આ ઉપરાંત ઉપપ્રમુખ નાથાભાઈ વાસકીયા, રામજીભાઈ પરમાર, જિલ્લા ભાજપ મંત્રી કુમારપાલસિંહ રાણા, ભાનુબેન જેપાલ, ભનુભાઈ ચૌહાણ, કાનજીભાઈ પરમાર, ગીરીરાજસિંહ જાડેજા, શૈલેષ સાવલિયા, હર્ષદપુરના સરપંચ મુકેશભાઈ તથા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર જમનભાઈ ભંડેરી સહિતના મહાનુભાવોની હાજરીમાં આ વિકાસ કાર્યોનો પ્રારંભ થયો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય રાધવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામડું એ ભારતનો આત્મા છે અને પંચાયત ઘર જેવી પાયાની સુવિધાઓથી ગ્રામીણ વિકાસ વધુ સુદૃઢ બનશે. હર્ષદપુર સિવાય અન્ય તાલુકા મથકો પર પણ ૬૫ જેટલા ગ્રામ પંચાયત ઘરોનું ખાતમુહૂર્ત કરીને ગ્રામ્ય ઉત્થાનની આ પહેલને વેગ આપવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh