Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હેમરેજ થઈ જતાં રિક્ષાચાલકનું થયું હતું મૃત્યુઃ
જામનગર તા. ૩: જામનગરના ડીકેવી વિસ્તારમાં રોડ પર રિક્ષા રાખી મુસાફર ઉતારતા રિક્ષાચાલકને બે શખ્સે ગાળો ભાંડી માથામાં ધૂમ્બા માર્યા હતા. રિક્ષાચાલકનું હેમરેજ થઈ જવાથી મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવમાં જેલહવાલે થયેલા એક આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી છે.
જામનગરના પંડિત નહેરૂ માર્ગ પર આવેલી ડીકેવી કોલેજ નજીક ગઈ તા.૧૬ ડિસેમ્બરના દિને ઈબ્રાહીમભાઈ માકોડા નામના રિક્ષાચાલક પોતાની રિક્ષા ઉભી રાખીને પેસેન્જર ઉતારતા હતા ત્યારે પાછળથી એક બાઈકમાં ધસી આવેલા બે શખ્સે તેઓની સાથે બોલાચાલી કરી હતી.
ત્યારપછી આ બે શખ્સે ઉશ્કેરાઈ જઈને ઈબ્રાહીમભાઈને ગાળો ભાંડ્યા પછી માથામાં ધૂમ્બા ઝીંક્યા હતા. ત્યારપછી ઘેર આવેલા ઈબ્રાહીમભાઈએ માથામાં દુખતું હોવાનું કહેતા તેમના પત્ની નફીશાબેને ૧૦૮ મારફતે તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ત્યારે ઈબ્રાહીમભાઈને ઉલ્ટી થઈ હતી.
સારવારમાં આ યુવાનને હેમરેજ થઈ ગયાનું જણાઈ આવતા રાજકોટ સારવારમાં લઈ જવાયા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. પોસ્ટમોર્ટમની નોંધમાં આ યુવાનનું હેમરેજના કારણે મૃત્યુ થયાનું ખૂલતા નફીશાબેને અજાણ્યા શખ્સો સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે બીએનએસની કલમ ૧૦૫ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો અને જીજ્ઞેશ નવીનચંદ્ર સેલારકાની ધરપકડ કરી હતી.
જેલહવાલે થયેલા આ આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી નકારી કાઢી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial