Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટાભાગની કામગીરી ઓનલાઈન થતી હોવાથી
જામનગર તા. ૩: ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘની બેઠક તાજેતરમાં મળી હતી. જેમાં એવો નિર્ણય લેવાયો હતો કે, ૧પ-ફેબ્રુઆરી સુધીમાં મોબાઈલ ફોન આપવામાં નહીં આવે તો આંગણવાડી બહેનોનું રાજયવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે.
રાજયમાં આંગણવાડી બહેનોને મોટાભાગની કામગીરી ઓનલાઈન કરવી પડતી હોય છે. પરંતુ સરકાર દ્વારા તેઓને મોબાઈલ ફોન આપવામાં આવ્યા નથી. ઉપરાંત હાઈકોર્ટના ચૂકાદા મુજબના લાભો આપવા તથા અન્ય પડતર પ્રશ્નો બાબતે યુનિયન દ્વારા આવેદનપત્ર પણ પાઠવાયું હતું.
હાલમાં પોલણ ટ્રેકર, પોષણ સંગમ, અગમ, એમએમવાય, એટીવી સહિતની અનેક એપ્લીકેશન મારફત જ કામગીરી થાય છે. જેથી અગાઉ મોબાઈલ એલાઉન્સ અને નવા નવા મોબાઈલ મુદ્દે રાજયવ્યાપી આંદોલન થતા સરકારે મોબાઈલ ફોન આપવાની ખાત્રી આપી હતી. છતા આજ સુધી ફોન આપવામાં આવ્યા નથી. આથી તા. ૧પ-ફેબ્રુઆરી સુધીમાં મોબાઈલ ફોન આપવામાં નહીં આવે તો આંદોલન થશે તેવી ચિમકી આપવામાં આવી છે. તેમજ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના મંત્રી સુમિતાબેન એસ. વ્યાસની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial